OTT Platforms: ભૌકાલથી લઈ આશ્રમ સુધી..અહીં મફતમાં જોવા મળશે મનગમતી વેબ સીરિઝ અને ફિલ્મો!
ઓટીટી પરના MX પ્લેયરમાં તમને ડ્રામા, થ્રિલર, રોમાન્સ અને કોમેડીથી ભરપૂર શો ફ્રીમાં જોવા મળશે. આ પહેલા એક વીડિયો પ્લેયર જ હતું. જો કે, બાદમાં આ ઓરિજિનલ ફિલ્મો અને વેબ સીરિઝ શરૂ કરવામાં આવી. અહીં તમે બધુ ફ્રીમાં જોઈ શકો છો.
જિયો સિનેમામાં તમે ટીવી શો, વેબ શો અને ફિલ્મો ફ્રીમાં જોઈ શકો છો. પરંતુ તમારા પાસે જિયોનું સિમ કાર્ડ હોવું જરૂરી છે. તમે ઑફલાઈન કે ઑનલાઈન મોડમાં જોઈ શકો છો.
ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર ભારતના પસંદગીના ઓટીટી પ્લેટફોર્મમાંથી એક છે. અહીં તમે ફ્રીમાં વેબ સીરિઝ અને નવી ફિલ્મો જોઈ શકો છો. સાથે જ તમે સ્ટાર પ્લસના શો પણ ફ્રીમાં જોઈ શકો છો. બસ તમારે વચ્ચે એડ્સ જોવી પડશે
સ્પોર્ટ્સ માટે રુચિ રાખતા લોકો માટે અને ક્રાઈમ થ્રિલર પસંદ કરતા લોકોની સોની લિવ પહેલી પસંદ છે. અહીં તમને સોનીના તમામ ચેનલોની સ્ટ્રીમિંગ ફ્રીમાં મળે છે. જો કે, તેનું પેઈડ વર્ઝન પણ છે, જ્યાં સોનીનું ઓરિજિનલ કન્ટેન્ટ પ્રીમિયમ દર્શકો માટે ઉપલબ્ધ છે.
વૂટ પણ અનેક પ્લેટફોર્મ્સની જેમ ફ્રી છે. જેમાં બિગ બૉસ સહિત અનેક શો જોઈ શકો છો. આમ તો વૂટનું સબસ્ક્રિપ્શન લેવું પડે છે. પરંતુ વોડાફોનના કસ્ટમર વોડાફોન સબસ્ક્રિપ્શનના માધ્યમથી તેનું પેઈડ વર્ઝન જોઈ શકો છો.