Instagram પર 10 મિલિયન ફોલોઅર્સ ધરાવતી Aishwarya Rai ઈન્સ્ટા પર પોતે એક જ વ્યક્તિને કરે છે ફોલો! જાણો કોણ છે

Tue, 24 May 2022-4:08 pm,

એશ્વર્યા રાય માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વના પોપ્યુલર સિતારામાંથી એક છે. છેલ્લાં 30 વર્ષથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. પરંતુ ફેન્સના દિલ પર તેનો કબજો છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર કરોડો લોકો તેને ફોલો કરે છે પરંતુ એશ્વર્યા માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે. 

એશ્વર્યા રાય બચ્ચન ખૂબસૂરતીની માલકિન છે. દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા એશ્વર્યા રાય છે. આ જ કારણ છે કે તેના માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં ફેન્સ છે.

એશ્વર્યા રાયના ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધારે લોકો ફોલો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે 10 મિલિયન ફોલોઅર્સ ધરાવતી એશ્વર્યા રાય કયા લોકોને ફોલો કરે છે. તો તમને જાણીને આશ્વર્ય થશે કે એશ્વર્યા રાય બચ્ચન માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે.

આ નામ બીજું કોઈ નહીં પરંતુ તેનો રિયલ લાઈફ પાર્ટનર અને અભિનેતા અભિષેક બચ્ચન છે. જી, હા એશ્વર્યા સોશિયલ મીડિયામાં એકમાત્ર અભિષેક બચ્ચનને જ ફોલો કરે છે. તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલથી આ જાણકારી મળે છે. 

હાલમાં એશ્વર્યા રાય પરિવાર સાથે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. ફિલ્મની વાત કરીએ તો તે બિગ બજેટ મૂવી પોનિયન સેલવનથી ફિલ્મી પરદા પર કામ કરી રહી છે. આ ફિલ્મમાં એશ્વર્યા રાય ડબલ રોલમાં જોવા મળશે અને તે પણ રાનીના રોલમાં. એશ્વર્યાના ફેન્સ આ ફિલ્મ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link