Gangubai Kathiawadi ફિલ્મ માટે આલિયા ભટ્ટ અને અજય દેવગણ સહિત કોણે કેટલી તગડી ફી લીધી જાણો
કમાઠીપુરાની માફિયા ક્વીન ગંગુબાઈ કાઠિયાવાડીનું પાત્ર ભજવતી આલિયા ભટ્ટે આ ફિલ્મ માટે 20 કરોડની ભારે ફી લીધી છે. આલિયા દ્વારા લેવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ફી હોવાનું કહેવાય છે.
આ ફિલ્મમાં અજય દેવગણે મુંબઈના રાજા રહીમ લાલાની ભૂમિકા ભજવી છે અજયે આ ફિલ્મમાં માત્ર થોડી મિનિટોની ભૂમિકા કેમિયો તરીકે કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે અજયે સ્પેશિયલ અપિયરન્સ માટે 11 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
'ગેંગ્સ ઓફ વાસેપુર' અભિનેત્રી એક ખાસ ભૂમિકા ભજવતી જોવા મળશે, અને અહેવાલો અનુસાર, હુમા કુરેશીએ આ ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
પીઢ કલાકાર સીમા પાહવા પણ સહાયક લીડમાં જોવા મળશે અને અહેવાલો અનુસાર, તેણે આ ફિલ્મ માટે 20 લાખ ચાર્જ કર્યા છે.
ટેલિવિઝનનો ચોકલેટી બોય શાંતનુ મહેશ્વરી મોટા પડદા પર ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે ગંગુબાઈ સાથે રોમાન્સ કરતો જોવા મળશે અને તેણે આ ફિલ્મ માટે 50 લાખ રૂપિયા લીધા હતા.
બોલિવૂડના મજબૂત કલાકાર વિજય રાજે આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર રઝિયાબાઈની પડકારજનક ભૂમિકા ભજવી છે. રિપોર્ટ અનુસાર, તેણે આ ફિલ્મ માટે 1.50 કરોડ રૂપિયા લીધા છે.