Anushka Shetty: 42 વર્ષની થઈ દેવસેના! ક્યાં છે રિયલ લાઈફ બાહુબલી?

Tue, 07 Nov 2023-8:16 am,

બાહુબલી ફિલ્મમાં દેવસેનાની ભૂમિકા ભજવીને બોલિવૂડમાં ખાસ ઓળખ બનાવનાર અનુષ્કા શેટ્ટી 42 વર્ષની થઈ ગઈ છે. તે 7મી નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. પરંતુ અનુષ્કાને હજુ સુધી તેનો લાઈફ પાર્ટનર મળ્યો નથી.

42 વર્ષની ઉંમરે પણ અનુષ્કા શેટ્ટી સિંગલ છે અને તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. જોકે તેનું નામ કો-સ્ટાર પ્રભાસ સાથે સમયાંતરે જોડતું રહે છે, પરંતુ બંને આ સમાચારોને નકારી કાઢતા રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને આજે પણ ગુપ્ત રીતે રિલેશનશિપમાં છે.

થોડા સમય પહેલા તેમના લગ્નના સમાચાર પણ જોરશોરથી સામે આવ્યા હતા પરંતુ એવું ન થયું. બંને હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. પ્રભાસની સાલર ટૂંક સમયમાં રિલીઝ થશે. તો અનુષ્કા પણ વર્ષો પછી એક્ટિંગમાં પાછી આવી છે. બાહુબલી પછી તે બ્રેક પર ગઈ હતી.

એ જ વર્ષે અનુષ્કાની મિસ્ટર પોલિશેટી રિલીઝ થઈ હતી જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પછી તેની ફિલ્મ કંથાનાર- ધ વાઇલ્ડ એન્ડ સોર્સર રિલીઝ થશે. અનુષ્કા છેલ્લા 18 વર્ષથી અભિનય ક્ષેત્રે છે અને તેણે અત્યાર સુધીમાં 50 થી વધુ ફિલ્મો કરી છે.

અનુષ્કાએ વર્ષ 2005માં ડેબ્યૂ કર્યું હતું. આ સમય દરમિયાન તેનું નામ રાહુલ દ્રવિડ સાથે જોડવામાં આવ્યું કારણ કે અનુષ્કાને રાહુલ દ્રવિડ પર ક્રશ હતો. આ સિવાય એક સમયે તેમનું નામ નાગા ચૈતન્ય સાથે પણ જોડાયું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link