Alia Bhatt Saree Photos: આલિયા ભટ્ટે 30 વર્ષ જૂની સાડીમાં મચાવી ધૂમ, તસવીરો જોઈ થઈ જશો ફિદા

Fri, 29 Mar 2024-4:44 pm,

આલિયા ભટ્ટે આજે યૂ.કે.માં હોપ ગાલા ઈવેન્ટને હોસ્ટ કરી હતી. આ દરમિયાન અભિનેત્રીએ અબુ જાની-સંદીપ ખોસલાના લેબલની સાડી પહેરી હતી. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આલિયાનો આ લુક કેટલો સુંદર લાગી રહ્યો છે.

અબુ જાની-સંદીપ ખોસલા લેબલના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર આલિયાની વિન્ટેજ સાડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે આ સાડી 30 વર્ષ પહેલા 1994માં બની હતી.

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટની આ ખાસ સાડીને તૈયાર કરવામાં 3500 કલાકની મહેનત લાગી છે. સાડી પર અલગ-અલગ રીતે કામ કરવામાં આવ્યું છે. લુકને સ્પેશિયલ અને ક્લાસી રાખવા માટે સાડી અને ડિઝાઈનના કલર કોમ્બિનેશનને સારી રીતે પસંદ કરવામાં આવ્યું છે.  

આલિયા ભટ્ટના ડિઝાઈનર બ્લાઉઝને કારણે તેનો લૂક વધારે આકર્ષક લાગી રહ્યો હતો. બ્લાઉઝ આગળથી સાદું રાખવામાં આવ્યું છે. તે જ સમયે, પાછળના ભાગમાં મોતીનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. અલગ-અલગ બ્રોકેડથી બનેલા બ્લાઉઝ અભિનેત્રીના લુકમાં વધારો કરી રહ્યા છે.

આલિયાના સુંદર લુકની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. સાડીથી લઈને અભિનેત્રીની જ્વેલરી સુધી બધું જ અદ્ભુત લાગે છે. આલિયાનો આ લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link