PHOTOS: જેની પુત્રી પણ હીરોઈન છે એવી અભિનેત્રી આજે પણ પોતાની હોટનેસથી સૌને હંફાવે છે, જુઓ ફોટો
સોશિયલ મીડિયા પર શ્વેતા તિવારીને લાઈક કરનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. ઇન્સ્ટાગ્રામ પર 4.9 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરે છે. તે ભોજપુરી સિનેમા, હિન્દી સિનેમા અને હિન્દી ટેલિવિઝનના સ્ક્રીન પર હંગામો મચાવતી રહે છે.
બિગ બોસની વિનર શ્વેતા તિવારી વધતી ઉંમરની સાથે એટલી આકર્ષક બની રહી છે કે જાણે તેની વૃદ્ધાવસ્થા બંધ થઈ ગઈ હોય. કસૌટી ઝિંદગી કી સિરિયલ સાથે ટીવી સ્ક્રીન સફર શરૂ કરનાર શ્વેતા તિવારીની હોટનેસ 43 વર્ષની ઉંમરે પણ અટકી રહી નથી.
શ્વેતાએ હાઇ સ્લિટ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શ્વેતા તિવારી પરફેક્ટ અપ્સરા અવતારમાં જોવા મળી રહી છે. આ ઉંમરે પણ શ્વેતા પોતાની સુપરહોટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને ચાહકોના દિલો પર રાજ કરે છે.
શ્વેતા તિવારીને બે બાળકો છે અને તેના બે વાર છૂટાછેડા પણ થઈ ચૂક્યા છે. તેમની પુત્રી પલક તિવારી ફિલ્મોમાં કામ કરે છે. પરંતુ, શ્વેતાની આ સ્ટાઈલ જોઈને કોઈ કહી શકે નહીં કે શ્વેતા તિવારીની ઉંમર આટલી વધારે હશે.
શ્વેતા તિવારીનો આ કિલર લુક્સ આજે પણ હિટ છે. બિગ બોસ 4નું ટાઇટલ જીત્યા બાદ તેની લાઈફ બદલાઈ ગઈ. આજે તેની પાસે મોટા મોટો પ્રોજેક્ટ સામેથી આવે છે.