Ranbir Alia Wedding: આલિયાના મંગલસૂત્ર-કલીરામાં છુપાયેલો છે ખાસ નંબર, તમે નોટિસ કર્યુ?
ડિઝાઈનર મંગલસૂત્રમાં આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર દેખાતી હતી. પરંતુ જો તમે આ મંગલસૂત્રને ધ્યાનથી જોશો તો તેમાં તમને 8 નંબર જોવા મળશે. તમને જણાવી દઈએ કે 8 નંબર રણબીરનો લકી નંબર છે.
મંગલસૂત્ર ઉપરાંત જો તમારી નજર કલિરા પર પડશે, તો તેમાં પણ તમને 8 નંબર જોવા મળશે.
લગ્ન માટે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે મશહૂર ડિઝાઈનર સબ્યાસાચીના આઉટફિટને પસંદ કર્યુ. આલિયા સાડીમાં ખૂબ જ સુંદર લાગતી હતી.
પોતાના બ્રાઈડલ લૂકને કમ્પ્લીટ કરવા માટે આલિયા ભટ્ટે હાથમાં મહેંદી લગાવી અને ડિઝાઈનર ચૂડો પહેર્યો.
આલિયાની હેર સ્ટાઈલ ચર્ચામાં રહી. તેણે વાળમાં બન લગાવીને તેમાં ગજરો નથી લગાવ્યો. પરંતુ વાળને ખુલા રાખ્યા, જે તેના લુક પર ચાર ચાંદ લગાવી દીધા.