હેમા માલિનીની બર્થ ડે પાર્ટીમાં રેખાએ ભુક્કા બોલાવ્યાં, લૂક જોઈ ફેન થયા ફિદા
આ ખાસ અવસર પર રેખા ક્રીમ રંગની હેવી સિક્વન્સ વર્ક સાડી પહેરીને પહોંચી હતી. રેખા રેડ કાર્પેટ પર આવી કે તરત જ તેનો લુક જોઈને પાપારાઝી તેને કેમેરામાં કેદ કરવા લાગ્યા.
રેખાની આ સાડી ક્રીમ કલરની છે જેમાં હેવી સિક્વન્સ વર્ક અને ગોલ્ડન કલરના દોરાની પહોળી બોર્ડર છે. આ સાડીની બોર્ડર એટલી પહોળી અને ભારે છે કે તે રેખાની સાડીના લુકને વધુ આકર્ષક બનાવી રહી છે.
રેખાએ આ સાડી સાથે મેળ ખાતું બંડલ પર્સ લીધું હતું. આ સાથે તે હાથમાં ભારે બંગડી પહેરેલી જોવા મળી હતી. આ સિવાય અભિનેત્રી મરૂન કલરની લિપસ્ટિક પહેરેલી જોવા મળી હતી.
રેખાએ ભારે કાનની બુટ્ટીઓ પહેરી હતી, તેના વાળને બનમાં બાંધ્યા હતા અને તેના પર ગજરા અને સિંદૂર લગાવ્યા હતા. રેખાએ સાડીનો પલ્લુ પકડીને કેમેરા સામે જોરદાર પોઝ આપ્યો હતો.
આ અવસર પર રેખાએ વિદ્યા બાલન સાથે કેમેરા સામે જોરદાર પોઝ આપ્યા હતા. આ ફોટોમાં રેખા અને વિદ્યા બંને ખૂબ જ સુંદર હસતાં દેખાતા હતા. તમને જણાવી દઈએ કે, રેખા હંમેશા આવી હેવી સિક્વન્સ વર્ક સાડી પહેરેલી જોવા મળે છે. તેના દેખાવની ચર્ચા દૂર દૂર સુધી થાય છે અને તે મોટે ભાગે કાંજીવરમ સાડી પહેરે છે.