Har Ghar Tiranga: અમિતાભથી લઈ સલમાન સુધીના ફિલ્મી સિતારાઓએ કઈ રીતે કરી આઝાદીના પર્વની ઉજવણી?
કાશ્મીરમાં થયેલા અત્યાચારોને દેશ સમક્ષ લાવનાર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી પણ ઘણીવાર પોતાની દેશભક્તિ વ્યક્ત કરતા જોવા મળ્યા છે. આઝાદીના આ અમૃત મહોત્સવમાં વિવેકે પણ ભાગ લીધો હતો અને પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો હતો.
ટીમ ઈન્ડિયાના કેપટન વિરાટ કોહલી અને તેમના પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા પણ આ અભિયાનમાં જોડાઈ પોતાના ઘરે તિરંગો લગાવ્યો હતો.
બૉલીવૂડના કિંગ શાહરૂખ ખાને પણ પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો હતો. શાહરૂખ ખાને પત્ની ગૌરી ખાન, પુત્ર અબ્રામ અને આર્યન ખાન સાથેનો ફોટો પણ શેર કર્યો હતો.
સલમાન ખાને સેનાના જવાનો સાથે કરી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી...
હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા રાજકુમાર રાવ પણ હર ઘર તિરંગા અભિયાનનો હિસ્સો બન્યા છે. અભિનેતાએ પોતાના ઘરે તિરંગો ફરકાવતો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ પણ આ અભિયાનમાં ભાગ લેતા જોવા મળ્યા હતા.
બૉલીવૂના યંગ સ્ટાર ગણાતા એવા કાર્તિક આર્યન પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા. તેમણે પોતાના ઘરે તિરંગો લહેરાવ્યો હતો.
સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ પોતાના પરિવાર સાથે પોતાના ઘરે તિરંગો લહેરાવીને રાષ્ટ્રધ્વજને વંદન કર્યા.
બૉલીવૂડના ફેમસ એક્ટર અનુપમ ખેર પોતાની ફિલ્મો સાથે સામાન્ય જીવનમાં પણ લોકો સાથે જોડાયેલા રહે છે. જ્યારે, તેમનો દેશપ્રેમ પણ કોઈથી છુપો નથી રહ્યો. ત્યારે, અનુપમ ખેરે પણ પોતાના ઘરે તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે.
લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મથી વિવાદમાં ચાલી રહેલા આમિર ખાને પણ પોતાના ઘરે તિરંગો લગાવી હર ઘર તિરંગાની ઉજવણી કરી હતી.