The Kashmir Files Star Cast Fees: ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના સ્ટાર્સે કેટલી ફી લીધી, જાણો કોણ છે સૌથી આગળ

Thu, 24 Mar 2022-4:07 pm,

દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનીલે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ એવી કેટલીક ફિલ્માની છે જે ઘણા ઓછા બજેટમાં બની છે. તેમ છતા કમાણીમાં 200 કરોડના જાદુઈ આંકડાને પાર કર્યો છે. 

કાશ્મીર પંડિત પર બનેલી આ ફિલ્મમાં અનુપમ ખેરે મજબૂત પ્રોફેસરની ભૂમિકા ભજવી છે. પોતાના અભિનયથી અનુપમ ખેરે લોકોના દિલ જીત્યા છે. ત્યારે ધ કાશ્મીર ફાઈલ્સ માટે અનુપમ ખેરે 1 કરોડ રૂપિયા ફી લીધી છે. 

ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં દર્શન કુમાર અનુપમ ખેરના પૌત્રનો રોલ કર્યો છે. દર્શન કુમારે આ ફિલ્મ માટે 43 લાખ રૂપિયા લીધા છે.

IAS બ્રહ્મ દત્તના રોલથી મિથુન ચક્રવર્તીનું પાત્ર પણ ખુબ ચર્ચામાં જોવા મળ્યું છે. મિથુન ચક્રવર્તીએ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ માટે સૌથી વધુ ફી લીધી છે. મિથુને આ ફિલ્મ માટે 1.5 કરોડ રૂપિયા લીધા છે.

આ ફિલ્મમાં મૃણાલ કુલકર્ણી લક્ષ્મી દત્તના રોલમાં જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ ધ કાશ્મીર ફાઈલ્સ માટે મૃણાલે 50 લાખ રૂપિયા ફી લીધી છે.

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં પલ્લવી જોશી રાધિકા મેનનની ભૂમિકા ભજવવા માટે 50થી 70 લાખ રૂપિયા  ફી લીધી છે.

પુનીત ઈસ્સર આ ફિલ્મમાં DGP નારાયનની ભૂમિકામાં દેખાય છે. આ ફિલ્મ માટે પુનીતએ 50 લાખ રૂપિયાની ફી લીધી હતી.

દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મથી દેશભરમાં એક નવો મુદ્દો શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા હોય કે રિયલ લાઈફ દરેક જગ્યાએ દરેક વ્યક્તિ આ ફિલ્મની ચર્ચા કરી રહ્યા છે. ત્યારે વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link