Parineeti Chopra: મુંબઈમાં પરિણિતી ચોપરા સાથે જોવા મળ્યા AAP નેતા રાઘવ ચઢ્ઢા, ડેટિંગની અટકળો થઈ તેજ
પરિણીતી ચોપરા ફરી એકવાર મુંબઈમાં આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા સાથે જોવા મળી હતી.
પરીએ કાળા ક્રોપ ટોપ સાથે લૂઝ પેન્ટ પહેર્યું હતું સાથે કાળા શેડ્સ અને ખુલ્લા વાળમા જોવા મળી હતી..
જોકે પાપારાઝીના કહેવા પર પરીએ એકલા પોઝ આપ્યા હતા. આ લંચ ડેટ પર પરિણીતી કેઝ્યુઅલ લુકમાં આવી હતી.
રાઘવ પાપારાઝીને જોઈને કેમેરાથી બચતો જોવા મળે છે. જોકે બંનેએ સાથે પોઝ આપ્યો ન હતો.
આ તસવીરોમાં પહેલા રાઘવ બહાર આવે છે અને પછી પરિણીતી તેની પાછળ રેસ્ટોરન્ટમાંથી બહાર આવતી જોવા મળે છે.
રાઘવની વાત કરીએ તો તે બેજ શર્ટ સાથે બ્લેક જીન્સ પહેરીને એકદમ હેન્ડસમ લાગી રહ્યા હતા..