Raksha Bandhan Special: સલમાન ખાનથી અર્જૂન કપૂર સુધી બોલીવુડના આ ભાઈઓ હંમેશા રહે છે પોતાની બહેનોની નજીક
સારા અલી ખાન પોતાના નાના પ્રેમાળ ભાઈ તૈમૂરને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. સારાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે તૈમૂર તેના ચહેરા પર સ્માઈલ લઈને આવે છે. તે ખૂબ પ્રેમાળ છે.
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન અને દીકરો ઈબ્રાહીમ અલી ખાન એકબીજાને પોતાના સૌથી મોટો સપોર્ટ માને છે. સારા પોતાની દરેક ખુશીનો હિસ્સો ભાઈ ઈબ્રાહીમને માને છે.
સલમાન ખાન પોતાની બહેનો અર્પિતા અને અલવીરાની ખૂબ જ નજીક છે. સલમાન ખાન બંને બહેનોને પોતાની જિંદગીની સૌથી મહત્વની ખુશી માને છે. સલમાન ગમે ત્યાં હોય પરંતુ રક્ષાબંધનના દિવસે તે અર્પિતા અને અલવીરા પાસે જરૂરથી પહોંચી જાય છે.
જ્હાનવી કપૂરની જિંદગીમાં અત્યારે માની ભૂમિકા ખુશી કપૂર નિભાવી રહી છે. હા, શ્રીદેવીના ગયા બાદ ખુશી અને જ્હાનવીની ખૂબ નજીક આવી ગઈ છે. જ્હાનવી પોતાના અંગત જીવનથી લઈને પ્રોફેશનલ જિંદગીની દરેક ખુશી બહેન ખુશી સાથે શેર કરે છે. જો કે શ્રીદેવીના ગયા બાદ ખુશી અને જ્હાનવી ભાઈ અર્જૂન કપૂરની ખૂબ નજીક આવી ગયા છે.
શાહરુખ ખાનના ત્રણ બાળકો આર્યન, સુહાના અને અબરામના ઘણા ફોટા તમે વાયરલ થતા જોયા હશે. જેટલો પ્રેમ ત્રણેના ફોટામાં ઝલકાય છે. વાસ્તવિક જિંદગીમાં પણ ત્રણે એકબીજાની ખૂબ નજીક છે.