Hero Movie: મીનાક્ષી શેષાદ્રિની એક વાતથી નારાજ થયા હતા Jackie Shroff, હિટ જોડી સાથે જોડાયેલો કિસ્સો
જો 80ના દાયકાની હિટ ફિલ્મોની વાત કરીએ તો જેકી શ્રોફ અને મીનાક્ષી શેષાદ્રી (Meenakshi Seshadri) ના હીરોનું નામ સૌથી ઉપર આવશે. 16 ડિસેમ્બર, 1983ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે 40 વર્ષ પૂરા કર્યા છે અને આ અવસર પર અમે તમને આ સુપરહિટ ફિલ્મ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવીએ.
આ કિસ્સો ફિલ્મના મુખ્ય હીરો અને હિરોઈન એટલે કે જેકી શ્રોફ (Jackie Shroff) અને મીનાક્ષી શેષાદ્રી (Meenakshi Seshadri) સાથે સંબંધિત છે, જે આ ફિલ્મ પછી બોલિવૂડની હિટ જોડી બની હતી. 40 વર્ષ પહેલા રીલિઝ થયેલી ફિલ્મ હીરોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી અને તેની સાથે બોલિવૂડને પણ સુપરહિટ જોડી મળી હતી.
પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મની શૂટિંગ દરમિયાન જેકી અને મીનાક્ષીએ સીન સિવાય એકવાર પણ વાત કરી ન હતી. જોકે બંને વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થઇ ગયો હતો. થયું એવું હતું કે ગુલમર્ગમાં કોઇ સીકવન્સને શૂટ કરવા બંને પહોંચ્યા હતા. તે સીનમાં જેકીના લાંબા ડાયલોગ્સ હતા તો મીનાક્ષીને આંખોમાં ગ્લિસરીન નાખીને રડવાનું હતું.
હવે એવું થઈ રહ્યું હતું કે જેકી વારંવાર રીટેક લઈ રહ્યો હતો અને મીનાક્ષીને દર વખતે ગ્લિસરીન નાખવાથી બળતરા થતી હતી. જેથી તેણે જગ્ગુ દાદાને આ વખતે તેનો શોટ ઓકે કરી દે. બસ આટલું કહેતાં જ જેકી શ્રોફ ભટકી ગયા.
તેને લાગ્યું કે મીનાક્ષી તેની એક્ટિંગ સ્કીલ પર સવાલ ઉઠાવી રહી છે. તેથી તેમને ગુસ્સો આવ્યો. આ પછી, તેનો સીન ઓકે થઈ ગયો, પરંતુ જેકી શ્રોફે જ્યાં સુધી ફિલ્મનું આખું શૂટિંગ પૂરું ન થયું ત્યાં સુધી મીનાક્ષી સાથે વાત કરી ન હતી. અંતે, શૂટના છેલ્લા દિવસે, કેમેરામેને બળપૂર્વક બંનેના હાથ પકડીને તેમને ફરીથી મિત્ર બનવા કહ્યું અને પછી તેમની વચ્ચે બધું સમાન બની ગયું.