Bollywood Richest Actresses: બોલીવુડની આ અભિનેત્રીઓ છે ખુબ અમીર, લાઈફસ્ટાઈલ પર કરે છે ધૂમ ખર્ચો

Thu, 03 Aug 2023-12:06 pm,

આ યાદીમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ સૌથી પહેલા આવે છે. ઐશ્વર્યા ભલે પહેલા કરતા ઓછી ફિલ્મો કરે છે, પરંતુ તે કેટલીક ફિલ્મો માટે તગડી રકમ પણ વસૂલે છે. તાજેતરમાં ઐશ્વર્યાએ કાન્સમાં તેના હુસ્નનો જલવો ફેલાવ્યો હતો. નેટવર્થની વાત કરીએ તો ઐશ્વર્યાની કુલ સંપત્તિ 828 કરોડની આસપાસ છે.

બોલિવૂડ બાદ હોલીવુડમાં નામ કમાઈ રહેલી પ્રિયંકા ચોપરા આ યાદીમાં બીજા નંબર પર છે. અભિનેત્રીના લૂકમાં જ નહીં પરંતુ ડ્રેસિંગ સેન્સમાં પણ સમયની સાથે ઘણો બદલાવ આવ્યો છે. તેનો લુક મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. નેટવર્થની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી લગભગ 580 કરોડની માલિક છે.

આલિયા ભટ્ટે પણ ઘણું નામ અને કમાણી કરી છે. તાજેતરમાં મેટ ગાલાના રેડ કાર્પેટ પર ડેબ્યુ અને પછી ગુચી જેવી બ્રાન્ડની પ્રથમ ભારતીય વૈશ્વિક એમ્બેસેડર બની છે. સમાચાર અનુસાર, આલિયાની કુલ સંપત્તિ 557 કરોડની આસપાસ છે.

હવે નંબર આવે છે કરીના કપૂર ખાનનો. છેલ્લે 'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મમાં જોવા મળેલી કરીના કપૂર ખાન પણ ખૂબ જ સ્ટાઇલિશ છે. તે તેના કપડાં અને જીવનશૈલી પર ઘણા પૈસા ખર્ચે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની કુલ સંપત્તિ 440 કરોડની આસપાસ છે.  

ટોચની અભિનેત્રીઓની યાદીમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. તાજેતરમાં જ 'પઠાણ'માં જોવા મળેલી આ અભિનેત્રીની કુલ સંપત્તિ 314 કરોડની આસપાસ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link