Bollywood: આ એકટર્સના શોખ છે મોટા! લક્ઝરી વાહનો જેટલી મોંઘી છે સાઈકલો

Sun, 04 Jun 2023-4:08 pm,

સૂરજ પંચોલીઃ બોલિવૂડ એક્ટર સૂરજ પંચોલી પણ સાઈકલ ચલાવવાનો શોખીન છે. રિપોર્ટ્સ અનુસાર, સૂરજ પંચોલી પાસે 5.5 લાખની સાયકલ છે.

આયુષ્માન ખુરાનાઃ એક્ટર આયુષ્માન ખુરાના પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે, એક્ટર ઘણી વખત સાઈકલ ચલાવતા પણ જોવા મળે છે. રિપોર્ટ્સનું માનીએ તો આયુષ્માન પાસે લગભગ 3 લાખ રૂપિયાની સાયકલ છે.

રણબીર કપૂરઃ એક્ટર રણબીર કપૂર ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર સાઈકલ ચલાવતો જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરની સાઇકલની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા છે.  

શાહિદ કપૂરઃ બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરને પણ સાઈકલ ચલાવવાનો શોખ છે. સમાચાર અનુસાર, અભિનેતાની સાયકલની કિંમત પણ 1 થી 2 લાખની રેન્જમાં છે.

સલમાન ખાનઃ સલમાન ખાન ઘણીવાર સાઈકલ લઈને રસ્તા પર ચાલતો જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનની સાઇકલની કિંમત લગભગ 40 હજાર રૂપિયા છે.

સારા અલી ખાનઃ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાની સાદગી માટે ફેમસ છે. ક્યારેક સિમ્પલ સ્ટાઈલમાં જોવા મળતી સારાને સાઈકલ ચલાવવાનો પણ શોખ છે.રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી પાસે લગભગ 15 હજારની કિંમતની સાઈકલ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link