Bollywood ના આ સિતારાઓ અદાકારની સાથે-સાથે છે શાનદાર Singer! અનેક ફિલ્મોમાં ગાઈ ચૂક્યા છે ગીત
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમને ફિલ્મ તેવરથી સિંગિંગની શરૂઆત કરી અને તે પછી એક સંગીત વીડિયો પણ જાહેર કર્યો.
શ્રદ્ધા કપૂરે પોતાની ફિલ્મ એક વિલેનમાં સોન્ગ ગાયું છે. જે સોન્ગ ખૂબ જ હિટ રહ્યુ હતું. તેરી ગલિયામાં ફીમેલ સિંગર શ્રદ્ધા કપૂર જ હતી. તે પછી તેમને પોતાની ફિલ્મ રોક ઓન 2માં પોતાના દરેક સોન્ગમાં અવાજ આપ્યો. લોકોએ તેમનો અવાજ ખૂબ પસંદ કર્યો.
બોલીવુડની આ એવી દેસી ગર્લ છે જેને માત્ર બોલીવુડમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોપ સિંગિંગ કર્યું છે. તેમને પિટબુલ જેવા શીર્ષ આંતરરાષ્ટ્રીય સિંગરની સાથે કામ કર્યું છે અને 3 પોપ સોન્ગ ગાયા છે. મે તુમ્હે પ્યાર નહીં કર સકતા ગીત ગાયું છે જ્યારે આ પહેલાં ફિલ્મ મેરી કોમ સિવાય દિલ ધડકને દોમાં પણ પોતાનો અવાજ આપી ચૂકી છે.
ફરહાન અખ્તર મલ્ટી ટેલેન્ટેડ છે. ફિલ્મ બનાવવાથી માંડીને એક્ટિંગ અને સિંગિંગમાં પણ તે પરફેક્ટ છે. રોક ઓનમાં તેમને પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મની સફળતા બાદ ફરહાને અનેક ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો.
અનિલ કપૂરે ચમેલી કી શાદીમાં સોન્ગ ગાયું છે. તેમને પિલ્મ હમારા દિલ આપકે પાસ હૈમાં પણ હેમા સરદેસાઈ અને સોનાલી બેન્દ્રેની સાથે મળીને ગીત ગાયું છે. અનિલ કપૂરનું સિંગિંગ ખૂબ જ સારું છે.
બોલીવુડની ક્યૂટ ગર્લ આલિયા ભટ્ટ સારી એક્ટરની સાથે સાથે શાનદાર સિંગર પણ છે. તેમને મેન તેન્નુ સમજોતાનું ફીમેલ વર્ઝન જાતે ગાયું છે. આ સોન્ગમાં લોકોએ તેમના અવાજને પસંદ કર્યો. તે બાદ તેમને હાઈવે અને ઉડતા પંજાબમાં પણ પોતાનો અવાજ આપ્યો છે.