બોલિવૂડની આ સ્ટાર પત્નીઓ કમાય છે કરોડો, લોકપ્રિયતા મામલે આપે છે પતિઓને ટક્કર

Tue, 18 Dec 2018-5:30 am,

1. ટ્વિન્કલ ખન્ના : બોલિવૂડના એવરગ્રીન એકટર રાજેશ ખન્નાની દિકરી અને સફળ એકટર અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના એક જાણીતી ઈન્ટિરિયર ડિઝાઈનર છે. આ સ્ટાર પત્ની એક સમયે બોલિવુડની સફળ અભિનેત્રી પણ હતી. ટ્વિન્કલ લેખક અને ફિલ્મ પ્રોડ્યુસર તરીકે પણ સક્રિય છે.

2. ગૌરી ખાન : બોલિવૂડના કિંગખાન શાહરૂખની આ પત્ની ગૌરી ખાન પણ તેના જેટલી જ ફેમસ છે. ગૌરી ખાન ઈન્ટિરિયર ડિઝાઈનર છે. તે માને છે કે કોઈ પણ કાર્યમાં તમારી સેલ્ફ ડિસિપ્લિન તમને સફળતા તરફ દોરી જાય છે. મારી સફળતાનું રહસ્ય પણ ડિસિપ્લિન છે. ગૌરી પોતાના જીવનમાં જ્યારે કામની શરૂઆત કરી ત્યારે તેણે સ્થિરતાને પોતાનો જીવનમંત્ર બનાવી દીધો હતો. તે પોતાના બાળકો સાથે પણ ડિસિપ્લિનમાં ખુબ કડકાઈથી વર્તે છે.

3. સુઝાન ખાન : સંજય ખાનની દિકરી અને બોલિવૂડના સ્ટાર રિતિક રોશનની એક્સ વાઇફ સુઝાન ખાન પણ જાણીતી ઈન્ટિરિયર ડિઝાઈનર છે. તે હાથમાં લીધેલુ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે પોતાના કામને વળગી રહે છે. આ જ બાબત તેના જીવનનો પાયો પણ છે. તે જાણીતી ડિઝાઇનર શોપની માલિકણ પણ છે.

4. શિલ્પા શેટ્ટી : બોલિવુડની આ અભિનેત્રી પોતાની ફિટનેસ માટે ખુબ જાણીતી છે. બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કરીને શિલ્પા શેટ્ટી હવે તે આઈપીએલની તેની ટીમ રાજસ્થાન રોયલ્સને હેન્ડલ કરી હતી. આ સિવાય તે લેખક અને ફિટનેસ એક્સપર્ટ તરીકે પણ સક્રિય છે.

5. પ્રિટી ઝિન્ટા : એક સમયે પ્રિટી ઝિન્ટા પણ બોલિવૂડની સફળ અભિનેત્રીઓની હરોળમાં હતી. તે આઈપીએલમાં કિગ્સ ઈલેવન પંજાબની કો-ઓનર છે. પ્રિટી ઝિન્ટા પોતાની અત્યાર સુધીની સફળતાનુ રહસ્ય ખોલતા જણાવે છે કે કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવાનો કોઈ શોર્ટકટ નથી. માત્રને માત્ર સખત મેહનત અને પોઝિટિવ એટીટયુડ તમને અણધારી સફળતા તરફ લઈ જાય છે. 

6. મહિપ કપૂર : મહિપ કપૂર બોલિવૂડના અભિનેતા સંજય કપૂરની પત્ની છે. તે એક જાણીતી જેવેલરી ડિઝાઈનર છે. પોતાની સકસેસ અંગે મહિપ કહે છે કે પોઝીટીવ એટિટ્યૂડ તમારુ નસીબ બદલી શકે છે. આ જ બાબત તેની સફળતાનુ રહસ્ય છે. 

7. અધુના અખ્તર : અધુના અખ્તર બોલિવૂડના મલ્ટિ ટેલેન્ડ સ્ટાર ફરહાન અખ્તરની એક્સ વાઇફ છે. તે એક જાણીતી સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ છે. તે વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરી રહી છે અને સલોની ચેઇનની માલિકણ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link