ગુજરાત બાદ ભોપાલમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનમાં કેવી છે વિશેષ સુવિધાઓ? Photo જોઈ આંખો અંજાઈ જશે!

Mon, 15 Nov 2021-5:42 pm,

હબીબગંજ રેલવે સ્ટેશનના વર્લ્ડ ક્લાસ પુર્નવિકાસ કાર્ય પૂરું થતા તેનું નામકરણ કરીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન સાથે દેશને સમર્પિત કરવામાં આવ્યું છે.  પીએમ મોદી જનજાતીય ગૌરવ દિવસમાં સામેલ થયા બાદ તેનું લોકાર્પણ કર્યું છે. આ રેલવે સ્ટેશનની ભવ્યતા તેની તસવીરોથી સ્પષ્ટ છલકે છે. આ સ્ટેશન પર મુસાફરોની સુગમતાને ધ્યાનમાં રાખીને અનેક એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. આ સાથે જ ઠેર ઠેર એલઈડી પણ લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા ટ્રેનોની અવરજવરની જાણકારી મળશે. 

ગૌંડ સામ્રાજ્યના બહાદુર અને નીડર રાણી કમલાપતિના નામ પર નવીનીકરણ થયેલું રાણી કમલાપતિ રેલવે સ્ટેશન મધ્ય પ્રદેશનું પહેલું વિશ્વ સ્તરનું રેલવે સ્ટેશન છે. જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) મોડમાં પુર્નવિકાસ, સ્ટેશનને આધુનિક વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે એક લીલા રંગની ઈમારત તરીકે ડિઝાઈન કરાયું છે જે દિવ્યાંગજનો માટે ગતિશિલતામાં સરળતાનું પણ ધ્યાન રાખે છે. સ્ટેશનને એકીકૃત-મલ્ટી મોડલ પરિવહનના બહ તરીકે પણ વિક્સિત કરાયું છે. 

અત્રે નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 15 નવેમ્બરે આનુ આજે તેનું ઉદ્ધાટન થયું છે. રાની કમલાપતિ સ્ટેશનને સમગ્ર રીતે રી-ડેવલપ કરવામાં આવ્યુ છે. આ સ્ટેશનમાં એક એર કૉન્કોર્સ છે, જેમાં એરપોર્ટની જેમ દુકાન અને કૈફેટેરિયા છે. આ રેલવે સ્ટેશનમાં 900 મુસાફર એર કૉન્કોરમાં બેસી શકે છે. અને એક પ્લેટફોર્મ પર 2000 હજાર મુસાફર ટ્રેનોની રાહ જોઈ શકે છે. બે સબ-વે પણ બનાવાયા છે. એક સાથે 1500 મુસાફર આ અંડરગ્રાઉન્ડ સબ-વે થી પસાર થઈ શકશે. ભારતીય રેલવે સ્ટેશનની ભીડભાડથી અલગ અને એકદમ અલગ વર્લ્ડ ક્લાસ સ્ટેશન છે.

દેશના પહેલા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની તસવીર દ્વારા જાણીએ રાની કમલાપતિ રેલવે સ્ટેશનની ખાસિયતની વાત નીચે પ્રમાણે છે. રાની કમલાપતિ સ્ટેશન દેશનુ પહેલુ સ્ટેશન છે. અહીંથી જનાર અને આવનાર મુસાફરને અલગ રસ્તો મળશે. દેશમાં પહેલીવાર અહીં 36 ફૂટ પહોળો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેનાથી લોકો સરળતાથી પસાર થઈ શકશે. 

રેલવે સ્ટેશનની અંદર એર કૉનકોર્સ એરપોર્ટની જેમ બનેલો જોવા મળી રહ્યો છે. એર કૉનકોર્સ 84 મીટર લાંબો 36 મીટર પહોળો છે. રાની કમલાપતિ સ્ટેશનની આ એર કૉન્કોર્સમાં 900 મુસાફર બેસી શકે છે. દેશના પહેલુ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન લગભગ 450 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link