બાળ સિંહોની પાપા પગલી! 3 મહિના પહેલા જન્મેલ ગંગા, જમુના અને સરસ્વતી પોતાના ભાઇ સાથે ટહેલવા નીકળ્યા

Thu, 10 Aug 2023-5:12 pm,

એકતાનગર સ્થિત સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક ( જંગલ સફારી)માં 3 મહિના પહેલા  માદા સિંહ "શ્રદ્ધા"એ 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો, પ્રવાસીઓથી બારે માસ ધમધમતા જંગલ સફારીમાં બાળ સિંહોના જન્મના હરખથી વધામણાં કરાયા હતા. careful care taking ની આ એક અનુપમ સિદ્ધિ હતી. સિંહ યુગલ "સુલેહ"  અને "શ્રદ્ધા" ના સફળ પ્રજનન બાદ જન્મેલા ચાર સિંહ બાળની યોગ્ય કાળજી એનિમલ કીપર અને તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા લેવામાં આવતી હતી.જેનું ઉમદા પરિણામ મળ્યું છે.

આજે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે ચારે સિંહ બાળ ગંગા,જમુના અને સરસ્વતી અને નર સિંહ બાળને વિશાળ પિંજરામાં છોડવામાં આવ્યા હતા,હવે ચારે નટખટ અને માસૂમ સિંહબાળના છટાદાર વિચરણ -  સહેલગાહથી પિંજરા સહિત સમગ્ર જંગલ સફારીનું વાતાવરણ જીવંત બન્યું હતું.

જંગલ સફારીના પ્રત્યેક કર્મયોગીઓ હંમેશા પ્રશું પક્ષીઓ પ્રત્યે સંપૂર્ણ વાત્સલ્ય ભાવ,ચાહના અને ઉષ્માપૂર્ણ વ્યવહાર રાખે છે.આજે ચારેય સિંહબાળ ને પિંજરામાં છોડાતા એનિમલ કીપર સહિતના સ્ટાફના ચહેરા ખુશી થી ખીલી ઉઠ્યા હતા.

તમે પણ રાહ જોયા વગર ઝડપથી એકતા નગર જંગલ સફારીમાં પહોંચી જાવ અને મસ્તીખોર સિંહ બાળો ને રમતા નિહાળી આપની સફરને સફળ અને યાદગાર બનાવો.

ગત વર્ષે પણ શ્રદ્ધા અને સુલેહે પણ ૨ બચ્ચાને જન્મ, આપ્યો હતો અને આ વર્ષે વધુ ૪ બચ્ચાને જન્મ આપ્યો છે જેથી પ્રવાસીઓ માટે જંગલ સફારીમા સૌથી મોટુ આકર્ષણ સિંહ પરીવાર બન્યુ છે અને તે પણ બાળ સિંહોની નટખટ મસ્તીને કારણે.

પ્રાણીસંગ્રહાલયમાં જન્મ લેતા પ્રાણીઓના પણ અનોખા નામ રાખવામાં આવે છે તે પ્રમાણે આ ચાર સિંહ બાળ પૈકી ૩ માદાઓના નામ ગંગા, જમુના અને સરસ્વતી નામ આપવામાં આવ્યુ છે અને નર બાળ સિંહનું નામકરણ ટુંક સમયમાં જ કરવામાં આવશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link