સાળંગપુરમાં હનુમાન દાદાને કરાયો નાગરવેલ અને આકડાના પાનનો શણગાર, PHOTOs
લાખૌ હરિભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર. અહિ આજે હનુમાનજી દાદાને નાગરવેલના પાન અને આકડાનાં ફુલનો દિવ્ય શણગાર કરાયો છે અને પાનબીડાનો અન્નકુટ ધરાવાયો છે ત્યારે વહેલી સવારથી ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ કિંગ ઓફ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરઆવેલું છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ભવ્યતા થી ભવ્ય ઉજવણીઓ કરવામાં આવે છે ત્યારે આજે અધિક શ્રાવણ માસ અનેએકાદશીના પવિત્ર શનિવાર ના દિવસે હનુમાનજી દાદાને નાગરવેલના પાન અને આકડાનાં ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. તેમજ દાદાને પાનબીડાનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે.
સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિરે આજે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે અને ભક્તોએ દાદાના દર્શન કરવા લાંબી લાઈનો લગાવી છે ત્યારે દાદાના દિવ્ય શણગાર ના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે.
દર ત્રણ વર્ષે અધિક માસ આવતો હોય છે ત્યારે અધિકમાસ આજે કરેલું શત કર્મ અનેક ગણું પૂણ્ય અને ફળ આપે છે ત્યારે આજેએકાદશી અને શનિવાર ભેગો છે એટલે આજે કરેલ ઉપવાસ સત્યનારાયણ ભગવાનની કથા અનેક ગણું પૂણ્યઆપે છે