શનિવાર અને કાળી ચૌદશનો અનોખો સંયોગ : દાદાને કરોડોના હીરાજડિત આભૂષણોના વાઘા પહેરાવાયા

Sat, 11 Nov 2023-2:45 pm,

સુવર્ણ વાઘાના શણગાર બાદ આરતી, મારૂતી યજ્ઞ અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો. દૂર દૂરથી આવેલા ભક્તોએ આ મારૂતી યજ્ઞનો લાભ લીધો હતો. તો મોટી સંખ્યામાં આવેલા ભક્તો માટે જમવા અને રહેવાની પણ તંત્રએ સારી વ્યવસ્થા કરી હતી. ત્યારે શનિવાર અને કાળી ચૌદશના દિવસે દાદના દર્શન કરી ભક્તો ધન્ય થયા  

સાળંગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિતે મારૂતિ યજ્ઞ યોજાયો. હનુમાનજી દાદાને હીરા જડિત આભૂષણોના વાઘા પહેરાવાયા છે. વહેલી સવારે આરતી બાદ દાદાની છડીને અભિષેક કરી પૂજન કરવામાં આવ્યું હતું અને મારુતિ યજ્ઞ યોજાયો હતો. જેમા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી

ભારતીય હિંદુ સસ્કૃતિમાં જ્યોતિષ શાસ્ત્રોનું ઘણું મહત્વ છે. તમામ શાસ્ત્રોના મત મુજબ ત્રણ રાત્રિનું ખુબજ મહત્વ હોય છે. જેમાં મહાશિવરાત્રી, કૃષ્ણપ્રાગટ્ય અને કાળીચૌદશ. જેમાં આ રાત્રીમાં સ્વામિનારાયણ ભગવાનના કહ્યા મુજબ હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે. તેમજ તાંત્રિકો માટે ખુબજ મહત્વની અધ્યાત્મિક ઈચ્છતા અને સુખ સંપત્તિને ઈચ્છતા લોકો માટે ખુબજ મહત્વનું છે.  

કહેવાય છે કે આ દિવસે દાદા તમામ ભૂતપ્રેત પલિત દૂર થાય છે. આ મહારાત્રિમાં દેવી સપ્તીવાળા લોકો હાજર રહે છે. જે અધ્યાત્મિક સાધના, મંત્ર જાપ, યજ્ઞ, હવન પૂજન કરી અને અન્ત ફળ પાર્પ્ત થાય તેવી આશા રાખે છે.   

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળગપુર ખાતે આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ કષ્ટભજન હનુમાનજી મંદિરે આજે કાળી ચૌદશ નિમિત્તે આજે હનુમાનજી દાદાને 6.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા આભૂષણો જે હીરા જડીત મોતીમાંથી બનેલ છે તે સુવર્ણ વાઘા દાદાને પહેરાવામાં આવ્યા છે. 

વહેલી સવારથી મહા આરતી, છડીનો અભિષેક, પૂજા તેમજ મારૂતિ યજ્ઞ યોજાયો હતો તેમજ અન્નકૂટ પણ દાદા ને ધરવામાં આવ્યો હતો તેમજ દુર દુરથી મોટી સંખ્યામાં હરિભકતોએ યજ્ઞમાં ભાગ લીધો હતો. જયારે મંદિર તરફથી ભકતો માટે જમવા, રહેવા ની સુંદર સુવિધાઓ કરવામાં આવી હતી. તો બીજી તરફ હનુમાનજી દાદાને પહેરાવેલ સુવર્ણ હિરા જડિત વસ્ત્રના હરિભકતોએ દર્શન કરી ધનયતા અનુભવી હતી

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link