ચંદન અને રંજન પહોંચ્યા છોકરી ભગાડવા, એવું તો શું થયું કે તેની માતાને ઉપાડી લાવ્યા

Mon, 11 Jan 2021-1:37 pm,

પોલીસે જણાવ્યું કે, છોકરો બિહાર (Bihar)ના નાલંદા જિલ્લાના કતરી સરાય વિસ્તારનો રહેવાસી છે અને સંપૂર્ણ પ્લાનિંગ સાથે છોકરીને ભગાડવા માટે આવ્યો હતો. ત્યારે ભાડાની કારમાં તેની પ્રેમિકાને ઉપાડ્યા બાદ ઝારખંડની રાજધાની રાંચી (Ranchi)ના તુપુદાના વિસ્તારના ઘુટિયા ગામ પહોંચ્યા હતા.

પરિજનોના જણાવ્યા અનુસાર, માઇનોર ગર્લફ્રેન્ડને કારમાં બેસાડી આરોપી ભાગી રહ્યાં હતા કે, છોકરીની માતા ત્યાં આવી અને તેમનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ આરોપી ચંદને કાર ડ્રાઈવરની મદદથી પ્રેમિકાની માતાને પણ જબરજસ્તી કારમાં બેસાડી અને બંનેને લઇ નીકળી ગયા હતા.

છોકરીની માતાના જણાવ્યા અનુસાર આરોપી તેમને અને તેમની માઈનોર દિકરીને ગાડીમાં બેસાડી બાલસરિંગ રિંગ રોડ તરફ ભાગ્યા. ત્યારબાદ બાલરસિંગ પહોંચ્યા બાદ તેણે પ્રેમિકાની માતાને કારમાંથી ઉતારી દીધી અને ફરાર થઈ ગયા.

આ વચ્ચે પરિવારજનોએ તેની જાણકારી પોલીસને આપી હતી અને એસએસપીના આદેશ પર રિંગ રોડ પર લગાવેલા સીસીટીવીથી કારનો નંબર કાઢવામાં આવ્યો. ત્યારબાદ પોલીસે રિંગ રોડ પર વાહનોની તપાસ શરૂ કરી. થોડા સમય બાદ પોલીસે એક કારને રોકી તપાસ કરી અને પ્રેમી કપલને પકડ્યા. ત્યારબાદ તુપુદાના પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ અને પ્રેમી કપલને કસ્ટડીમાં લઈ સ્ટેશન પહોંચી. પોલીસે માઈનોર છોકરીને પરિવારનોને સોંપી અને છોકરા વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link