ત્રિપુટીની તોફાની આગાહી! સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઑફશોર ટ્રફ...નક્કી ગુજરાતમાં નવાજૂની થશે

Tue, 16 Jul 2024-2:03 pm,

Gujarat Monsoon Havy Rainfall: પહેલીવાર એક થઈ ગઈ અંબાલાલ, પરેશ ગોસ્વામી અને હવામાનની આગાહી, આજકાલમાં કંઈક નવાજૂની થશે. ભાગ્યે જ એવું બન્યુ હશે કે એક સાથે હવામાન વિભાગના વિજ્ઞાનિક, તેમજ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ અને અન્ય વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ એક સાથે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 

હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને પગલે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં યલો, કેટલાંકમાં ઓરેન્જ તો કેટલાંક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદ આવશે. આ માટે સમગ્ર રાજ્મયાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, ગુજરાતમાં કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જેને પગલે આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને બે દિવસ બાદ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૧.૯૩ ટકા નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ ૩૯.૭૪ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ ઝોનમાં ૩૯.૧૦ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૭.૬૫, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૨૨.૨૬ જયારે ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧.૫૨ ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.   

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે નદીઓમાં પૂરની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. ગુજરાતમાં અતિભારે વરસાદની સાથે નદીઓમાં પૂરના જોખમની પણ સંભાવનાઓ છે. આ સાથે તેમણે કહ્યુ કે, આગામી 24 કલાકમાં અમદાવાદ, લાંભા, નારોલ, સરખેજ, નરોડા, સાણંદ અને બાવળા વગેરે ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, રાજકોટ, હળવદ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, ચોટીલા, લિંબડી, જસદણ, વિછીંયામાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં 16થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ થશે. કેટલાક વિસ્તારોમાં તો 15 ઈંચ વરસાદ પડે તેવી આગાહી પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16થી 18 જુલાઈ સુધી અતિભારે વરસાદ પડી શકે છે અને ત્યાર બાદ 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. એટલું જ નહીં આ ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં ખૂબ વરસાદ પડશે. જયારે સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતની સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. આ સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ આજથી એટલે કે 16 જુલાઇથી ચાલુ થાય તેવી શક્યતા દેખાઇ રહી છે.

Gujarat Monsoon: સિઝનનો સૌથી મોટો વરસાદનો રાઉન્ડ આજથી શરૂ! ગુજરાતમાં અષાઢમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. આ રાઉન્ડમાં કોઈ જિલ્લો, કોઈ તાલુકો, કોઈ ભુ ભાગ બાકી નહીં રહે. બધુ જ થઈ જશે જળતરબોળ. હવામાનના નિષ્ણાતોએ કરી છે આ આગાહી...

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link