જોઈલો તસવીરો..ભરબપોરે અમદાવાદમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક રસ્તા પાણી-પાણી, કરા પડ્યા

Sat, 02 Mar 2024-4:48 pm,

અમદાવાદ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો છે. અમદાવાદમાં માર્ચ મહિનામાં જુલાઈ જેવો માહોલ સર્જાયો છે. સૌથી પહેલા તો બપોર બાદ અમદાવાદના આકાશમાં કાળા વાદળો છવાયા હતા, ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં ગોતા, ચાંદખેડા, પ્રહલાદ નગર, સેટેલાઈટ સહિત અનેક જુદા જુદા વિસ્તારોમાં હળવું ઝાપટું વરસ્યું છે. કેટલાક વિસ્તારોમા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા યથાવત છે. કેટલાક વિસ્તારોમાં અત્યંત નાના કરા પણ પડ્યા હોવાના સમાચાર છે.

એટલું જ નહીં, અમદાવાદ સહિત ગાંધીનગરના વાતાવરણમાં પણ અચાનક પલ્ટો આવ્યો છે. ગાંધીનગરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. હાલ ગાંધીનગરમાં ધીમેધારે વરસાદ પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં યેલો અલર્ટ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં વરસાદ આવવવાની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, આનંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં વરસાદની આગાહી છે.   

હવામાન વિભાગ દ્વારા આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. માવઠા સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં માવઠાની આગાહી આવી છે. ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સુચના અપાઈ છે. 

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ઉંચકાયો તાપમાનનો પારો છે. રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. મહત્તમ તાપમાન 35.2 જ્યારે લઘુત્તમ તાપમાન 22.8 ડિગ્રી નોંધાયું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલીમાં 37 ડિગ્રી નોંધાયું છે. તાપમાનનો પારો ઊંચકતા રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ છે. જોકે, આગામી 24 કલાક દરમ્યાન હજુ પણ તાપમાનનો પારો ઊંચકાશે. આ વચ્ચે રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી છે. કેટલાક શહેરોમાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં આગાહી છે. 

રાજ્યમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો વ્યો છે. આજે કચ્છ જિલ્લાભરમાં સવારે 2 કલાકમાં જ ખાબક્યો દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો દ્વારકા તાલુકામાં 16મીમી, તો ખંભાળિયા તાલુકામાં 7 મીમી વરસાદ નોંધાયો છે. આમ, ઉનાળાની શરૂઆતે જ વરસાદ થતાં પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે. તો બીજી તરફ, પ્રતિકૂળ વાતાવરણને કારણે ગિરનાર રોપવે પણ બંધ કરાયો છે. હાલ ગિરનાર પર્વત પર 54 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી પવનની તેજ ગતિને કારણે રોપવે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link