ડિનર ટેબલ પર પુતિનની બાજુમાં PM મોદી, આખી દુનિયાએ જોઈ ભારત-રશિયાની મિત્રતા, જુઓ Photos

Wed, 23 Oct 2024-11:26 am,

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને પીએમ મોદી વચ્ચે રશિયાના કઝાન શહેરમાં થયેલી દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ગાઢ મિત્રતાની ઝલક જોવા મળી. 

દ્વિપક્ષીય  બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું કે આપણા સંબંધ એટલા મજબૂત છે કે તમે (પીએમ મોદી) કોઈ પણ અનુવાદ વગર મારી વાત સમજી જશે. જેના પર ગવર્નર પેલેસના રૂમમાં હાસ્ય છલકાઈ ગયું. આ સાથે રશિયન રાષ્ટ્રપતિએ જુલાઈમાં પ્રધાનમંત્રી મોદીની મોસ્કો યાત્રા દરમિયાન થયેલી સાર્થક વાર્તાને યાદ કરી. 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની વાત સાંભળીને પીએમ મોદી પણ હાસ્ય રોકી શક્યા નહીં. આ સાથે જ તેમની સાથે બાજુમાં બેઠેલા વિદેશમંત્રી એસ જયશંકર પણ હસવા લાગ્યા હતા. 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને BRICS નેતાઓ માટે આયોજિત ડિનરમાં પણ પુતિન અને મોદીની મિત્રતા નજરે ચડી. પીએમ મોદી ડિનર ટેબલ પર પુતિનની બાજુમાં બેઠા અને આ દરમિયાન બંને વાત કરતા જોવા મળ્યા. 

રાષ્ટ્રપતિ પુતિનની ડિનર પાર્ટીમાં પીએમ મોદી બ્લ્યુ-બ્લેક કોટમાં પહોંચ્યા હતા. આ સાથે તેમણે લાલ રંગનું મફલર પણ પહેર્યું હતું. 

પુતિનના ડિનરમાં પીએમ મોદી ઉપરાંત શી જિનપિંગ  સહિત અન્ય બ્રિક્સ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ સામેલ થયા હતા. 

વ્લાદિમિર પુતિન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે એકબીજા સાથે વાત કરતા હતા ત્યારે પીએમ મોદી થમ્સ અપનો ઈશારો કરતા જોવા મળ્યા. આ દરમિયાન પુતિન કઈક કહી રહ્યા હતા અને તેમની વાત પર ચીની રાષ્ટ્રપતિ પણ હસતાં જોવા મળ્યા.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link