ગુજરાતની દીકરીને પાછી આપો, અરિહાને બચાવવા જર્મનીમાં જંગ પર ઉતર્યા ભારતીયો
અમદાવાદની અરિહાને બચાવવા જર્મનીમાં રેલી કાઢવામાં ાવી હતી. મૂળ ભારતીય સમુદાયના લોકોએ વિરોધ રેલી યોજી હતી. વિશાળ રેલી કાઢી અરિહાને બચાવવા અપીલ કરાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારતીય લોકોએ અપીલ કરી છે.
જર્મનીમાં રેલી કરતા લોકોએ આક્ષેપ લગાવ્યો કે જર્મન મીડિયા આ અંગે કઈ બતાવી રહ્યુ નથી. સાથે જ આરોપ કર્યો કે જર્મનીમાં ચાઇલ્ડ વેલ્ફેરના નામે તેઓ દર વર્ષે હજારો બાળકોને ઉઠાવી રહ્યા છે. આ પાછળ કોઈ સિક્રેટ એજન્ડા હોય શકે છે. જર્મનીમાં પ્રોટેસ્ટ વખતે ભારતીય સમુદાયે PM મોદીને પણ અપીલ કરી છે. તેઓએ PM મોદીને અપીલ કરતી વખતે જણાવ્યું હતું કે અમે PM મોદીજીને અપીલ કરીએ છીએ કે તેઓ આ નાનકડી બાળકી અરિહાને બચાવે. અત્યાર સુધી ભારત સરકારે દુનિયાના કોઈપણ ખૂણામાં રહેલા ભારતીયોને કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર લાવ્યા છે. યુક્રેનમાંથી હોય કે પછી કોઈપણ દેશ...તેઓએ દરેક ભારતીયની મદદ કરી છે. ત્યારે હવે જર્મનીમાં બેબી અરિહાને બચાવીને તેના માતા-પિતાને પરત મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ.