British PM Boris Johnson આ છોકરી સાથે કરવા જઈ રહ્યા છે ત્રીજા લગ્ન, જુઓ તસવીરો

Wed, 26 May 2021-11:58 am,

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને તેમની પ્રેમિકા કેરી સાયમંડ્સે ફેબ્રુઆરી 2020માં સગાઈ કરી હતી. બંનેએ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં લગ્ન કરશે. બોરિસ જોન્સનની ઉંમર 56 વર્ષની છે. જ્યારે કેરીની ઉંમર 33 વર્ષ છે.

2019માં પ્રધાનમંત્રી બન્યા પછી જોન્સન અને સાયમંડ્સ ડાઉનિંગ સ્ટ્રીટમાં સાથે રહે છે. બંનેનો એક પુત્ર પણ છે. જેનું નામ વિલ્ફ્રેડ લોરી નિકોલસ જોન્સન છે. ગયા વર્ષે સાયમંડ્સે વિલ્ફ્રેડને જન્મ આપ્યો હતો.  

જોન્સન પોતાના તેજતર્રાર વ્યક્તિત્વ માટે જાણીતા છે. જોન્સનના પહેલા લગ્ન મારિના વ્હીલર સાથે થયા હતા. અને બંનેના ચાર બાળકો છે. તેમના નામ લારા લેટિસ, મિલો આર્થર, કૈસિયા પીચેસ અને થિયોડોર અપોલો છે.  

લગ્નના 25 વર્ષ પછી જોન્સને મારિનાથી સપ્ટેમ્બર 2018માં અલગ થવાનો નિર્ણય લીધો. કહેવામાં આવે છે કે જોન્સનનું પાંચમું બાળક પણ છે. જેનું નામ સ્ટેફની મેકિનટ્રે છે. સ્ટેફનીની માતા બોરિસ જોન્સનની સલાહકાર હતી.  

મારિન સાથે છૂટાછેડા પછી જોન્સને એલેગ્રા મોસ્ટિન-ઓવેન સાથે લગ્ન કર્યા હતા. જોન્સનના પત્રકાર પેટ્રોનેલા વાયટ અને એના ફઝેકેરલેની સાથે પણ અફેરની ચર્ચા ઉડી હતી. સપ્ટેમ્બર 2018માં પૂર્વ ટોરી કમ્યૂનિકેશન પ્રમુખ કેરી સાયમંડ્સની સાથે તેમના સંબંધોના સમાચાર સામે આવ્યા અને પછી તે સાથે રહેવા લાગ્યા. કેરી સાયમંડ્સ પ્રધાનમંત્રી જોન્સનની ત્રીજી પત્ની બનશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link