આ મહિલા માટે તેના સ્તન બન્યા મોટી મુસીબત, પહેલા શાળા છોડવી પડી અને હવે આ સમસ્યા ઊભી થઈ
વાત જાણે એમ છે કે ઈંગ્લેન્ડની South Shields માં રહેતી 27 વર્ષની લોરા હોવેસ(Laura Howes) તેના મોટા સ્તનના કારણે ખુબ પરેશાન છે. મોટા સ્તનના કારણે તેને બેસવા ઉઠવામાં પણ તકલીફ પડે છે. લોરા સર્જરી દ્વારા તેને નાના કરાવવા માંગે છે. જો કે સર્જરી માટે પહેલા તેણે વજન ઘટાડવું પડે એમ છે.
ડેઈલી મેઈલની ખબર મુજબ લોરા વ્યવસાયે વેડિંગ ફોટોગ્રાફર છે. તે કહે છે કે કસરત દ્વારા તેણે પોતાનું વજન ઘટાડવાની ખુબ કોશિશ કરી. પરંતુ તેના બ્રેસ્ટ એટલા મોટા છે કે કસરત તો દૂરની વાત છે તેને બેસવા ઉઠવામાં પણ તકલીફ પડે છે. મોટા સ્તનના કારણે તેના શરીરમાં અનેક ઘા થઈ ગયા છે જેનું દર્દ અસહ્ય છે.
લોરાએ મોટા સ્તનના કારણે માત્ર શારીરિક મુશ્કેલીઓ સહન કરવી પડી એવું નથી. તેણે શાળાના દિવસથી જ અનેક અસહ્ય પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. હેવી બ્રેસ્ટના કારણે લોરાએ 11 વર્ષની ઉંમરમાં જ અભ્યાસ છોડી દીધો હતો.
લોરાનું કહેવું છે 'લોકો કહે છે કે ઓહ તમારા બ્રેસ્ટ તો સારા છે. તમારે તમારી સાઈઝથી ખુશ થવું જોઈએ. પરંમતુ ખરેખર હું આ સાઈઝ નથી ઈચ્છતી.'
લોરા હવે બ્રેસ્ટ સર્જરી કરાવવા માંગે છે પરંતુ આ માટે તેને ઘણા પૈસા જોઈએ. તેણે ઓનલાઈન ડોનેશન લેવાનું શરૂ કર્યું છે. 8 હજાર યૂકે પાઉન્ડ ભેગા કરવા માટે તેણે GoFundMe પેજ બનાવ્યું છે. અત્યાર સુધીમાં તેને 6225 પાઉન્ડ મળી ગયા છે.