અહો આશ્ચર્યમ! આ નદીનું પાણી છાંટવાથી ભાઈ-બહેન બની જાય છે પતિ-પત્ની
ધુરવા આદિવાસી સમાજમાં લગ્નને લઈને આ પ્રથા છે કે ભાઈ-બહેનના લગ્ન કરાવવામાં આવે છે. જો આવું ના કરવા પર તેમના પર દંડ લાગી શકે છે. જોકે, આ પરંપરાને ખતમ કરવાની માંગ સમાજની અંદર પણ હવે ઉઠી રહી છે.
ધુરવા સમાજમાં પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચે લગ્ન કરાવવાનો રિવાજ છે. આ લોકો બાલ વિવાહને પણ માને છે. આ લોકો અગ્નિને સાક્ષી માનતા નથી પરંતુ પાણીને સાક્ષી માનીને તમામ રસ્મો નિભાવે છે. આ પરંપરા ઘણા લાંબા સમયથી ચાલી આવી છે. પ્રકૃતિને દેવી માનનારા આ લોકો લગ્નપ્રસંગમાં બિલકુલ ખોટા ખર્ચા કરતા નથી.
આ લોકો કાંકેર નદી જે વિસ્તારમાં વહે છે તેણે માતા માને છે અને તેણે સાક્ષી માનીને લગ્ન કરે છે. રસ્મમાં માત્ર દુલ્હા-દુલ્હન પર નદીનું પાણી છાંટવામાં આવે છે અને લગ્નની રસ્મ પુરી થઈ જાય છે.
ખાસ વાત એ છે કે આ સમાજમાં દહેજ પર પ્રતિબંધ છે. પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચે લગ્ન એટલા માટે કરાવવામાં આવે છે કે દહેજ આપવું ના પડે.
દુલ્હા-દુલ્હન બાળપણથી એક બીજાને જાણે અને સમજે છે અને પછી ગૃહસ્થ જીવન જીવે છે. આ પરંપરાને નિભાવનાર ધુરવા સમાજ છત્તીસગઢના સ્થાનિક નિવાસી માનવામાં આવે છે.