અહીં પરિવારના સભ્યની જેમ રહે છે સિંહ, સાથે ખાવાનું અને ગાડીમાં પણ જાય છે ફરવા

Sun, 12 May 2019-12:31 pm,

પાકિસ્તાનના કરાચીમાં રહેતા બે ભાઇઓ જંગલના રાજા કહેવાત સિંહને એક ભાઇની જેમ ઉછેરે છે. હમઝા અને હસન હુસૈન આ સિંહને ત્યારે ઘરે લાવ્યા હતા જ્યારે તે બે મહિનાનો હતો.

ખાસ વાત તો એ છે કે, બંને ભાઇઓએ સિંહનું નામ એનિમેટેડ ફિલ્મ ધ લાયન કિંગના કેરેક્ટરના આધાર પર સિમ્બા નામ રાખ્યું છે. હસનનું કહેવું છે કે, સિંહની માતા તેને દૂધ પીવડાવી શકતી ન હતી. એટલા માટે અમે તેને આમારા ઘરે લઇ જવાનો નિર્ણય કર્યો હતો. ત્યારેથી અમે તેને અમારા ભાઇની જેમ ઉછેરી રહ્યાં છીએ. મેં તેનું નામ સિમ્બા રાખ્યું અને તે એક ઘણો પ્રસિદ્ધ સિંહ છે અને હવે તે 26 મહિનાનો થઇ ગયો છે.

તે મારા બાળકની જેમ છે. એટલા માટે તેની સાથે ડર લાગતો નથી. તમે જોઇ શકો છો કે, તેના મોઢામાં હું હાથ નાખી શકુ છું. તેવું હમઝાનું કહેવું છે. જો તે કોઇને જાણે છે તો ઠીક છે. અને જો કોઇ નવો વ્યક્તિ તેની આસપાસ આવે છે તો તે તેની સાથે રમવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે વ્યક્તિ સિમ્બાને જોઇને ડરી જાય છે. તેમણે જણાવ્યું કે, એક પરિવારના સભ્યની જેમ સિમ્બાને ટૂછ બ્રશ કર્યા બાદ સ્નાન પણ કરાવે છે.

હસનનું કહેવું છે કે, આ સિંહ રોજના પાંચ કિલો માંસ ખાય છે. જોકે, તે ચિકન પસંદ કરતો નથી એટલા માટે તે તેને ક્યારે ખાતાનો નથી. હસન હવે તેના સિંહ માટે એક મહિલા સાથી શોધી રહ્યો છે. જો મને સ્થાનીક સ્તર પર સિમ્બા માટે કોઇ સાથી મળશે નહીં. તો હું તેને દક્ષિણ આફ્રિકાથી આયાત કરીશ. (ફોટો સાભાર: ફેસબુક/ Beast Buddies)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link