Budget 2024: બજેટમાં મોટી જાહેરાત...1 કરોડ યુવાઓને મળશે દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું!
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું. તેમણે સતત સાતમીવાર બજેટ રજુ કર્યું છે. આ બજેટ ખેડૂતોથી લઈને યુવાઓ અને મહિલાઓ પર ફોકસ છે. રોજગારથી લઈને કૃષિ સુધી બજેટમાં 9 પ્રાથમિકતાઓ છે. આ બધા વચ્ચે નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન યુવાઓ માટે મોટી જાહેરાત કરી. તેમણે એક કરોડ યુવાઓને મોટા ખુશખબર આપ્યા છે.
નાણામંત્રીએ કહ્યું કે દેશની ટોપ કંપનીઓમાં યુવાઓને ટ્રેનિંગ અપાશે. જેના માટે દર મહિને યુવાઓને 5000 રૂપિયા સુધીનું ભથ્થું આપવામાં આવશે. આ માસિક ભથ્થું પ્રધાનમંત્રી ઈન્ટરર્નશીપ યોજના હેઠળ 12 મહિના માટે હશે અને યુવાઓ 12 મહિના સુધી આ કંપનીઓમાં ઈન્ટર્નશીપ કરી શકે છે. જો કે દેશની ટોપ કંપનીઓએ આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાઓને ટ્રેનિંગ આપવાની રહેશે.
પીએમ ઈન્ટર્નશીપ યોજના ફક્ત 12 મહિના માટે હશે. જે હેઠળ યુવાઓએ 10 ટકા ઈન્ટર્નશીપનો ખર્ચ ઉઠાવવો પડશે. જ્યારે સરકાર તરફથી 5000 રૂપિયા મંથલી આપવામાં આવશે. આ યોજનાનો કોઈ પણ યુવા લાભ લઈ શકે છે. દેશના એક કરોડ યુવાઓને આ લાભ મળશે.