ખીસ્સા પર ભારે નહીં પડે Honeymoon, માત્ર 5000 રૂપિયામાં પાર્ટનર સાથે ફરો અહીંયા
મેક્લોડગંજ (Mcleodganj) તેની સુંદરતા માટે જાણીતું છે. તે ધર્મશાળા નજીક આવેલું છે. અહીં બરફથી ઢંકાયેલ પર્વતો તમને આકર્ષિત કરે છે. તેથી જો તમે ઓછા બજેટમાં હનીમૂન પ્લાન કરી રહ્યા છો તો અહીં જવું એ એક સારો વિકલ્પ છે.
જો તમે તમારા હનીમૂનને યાદગાર બનાવવા માંગતા હો, તો પછી ચોક્કસપણે રાજસ્થાનના ઉદયપુર (Udaipur) જરૂર જાઓ. તમે અહીં સુંદર સરોવરો અને ઐતિહાસિક કિલ્લો જોઈને ખુશ થશો. રાજસ્થાનના અન્ય શહેરો કરતા ઉદયપુર ખૂબ સસ્તું છે. અહીં તમારા રોકાણ માટે હોટલનું ભાડુ તમારા ખિસ્સા પર ભારે નહીં આવે.
તાજમહેલ (Taj Mahal) તેની સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતું છે. તાજને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. તાજમહેલ પ્રેમની નિશાની માનવામાં આવે છે. જો તમે લગ્ન પછી હનીમૂનની યોજના કરી રહ્યા છો, તો પછી આગરા જવું શક્ય છે. જ્યારે તમે તમારા જીવનસાથીના હાથમાં હાથ રાખી તાજ જોશો તો તમારું દિલ ખુશ થઈ જશે. આગ્રામાં રહેવું અને ખાવાનું ખૂબ સસ્તું છે. આ સિવાય ફતેહપુર સિકરી અને આગરાનો કિલ્લો જોવાનું ભૂલશો નહીં.
જો તમે શિયાળાની સીઝનમાં હનીમૂન (Honeymoon) પ્લાન કરી રહ્યા છો, તો ઉત્તરાખંડમાં મસૂરી (Mussoorie) જવું એ એક સારો વિકલ્પ છે. શિયાળામાં અહીં બરફ પડે છે અને આ જગ્યા મનાલી અને નૈનિતાલ કરતાં સસ્તી છે. મસૂરી જવા માટે પહેલા તમારે દહેરાદૂન જવું પડશે, મસુરી ત્યાંથી લગભગ 40 કિલોમીટર દૂર છે. અહીં બજેટ પ્રમાણે હોટલ સરળતાથી મળી રહે છે.