8 દિવસ બાદ યુવરાજ બુધ થશે અસ્ત, આ જાતકોનું ભાગ્ય ચમકશે, મળશે બમ્પર લાભ
બુદ્ધિ અને વેપારના દાતા બુધ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. આ સિવાય તેની સ્થિતિમાં સમય-સમય પર ફેરફાર થતો રહે છે અને 12 રાશિઓ પર તેની સારી-ખરાબ અસર પડે છે. નોંધનીય છે કે આ સમયે ગ્રહોના રાજકુમાર બુધ વૃષભ રાશિમાં બિરાજમાન છે. તો જૂન મહિનાની બીજી તારીખે સાંજે 6 કલાક 10 મિનિટ પર વૃષભ રાશિમાં અસ્ત થઈ જશે અને 25 જૂને ઉદય થશે. બુધના અસ્ત થવાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળશે.
કન્યા રાશિના પહેલા અને દસમાં ભાવનો સ્વામી બુધ છે અને તે નવમાં ભાવમાં અસ્ત થઈ રહ્યો છે. તેવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી શકે છે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો ત્યાં લાભ મળી શકે છે. વિદેશ યાત્રાએ જવાની તક મળી શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે. આ સાથે ભવિષ્ય માટે બચત કરવી લાભદાયક રહેશે. સંબંધની વાત કરીએ તો જીવનસાથીની સાથે સમય પસાર થશે. પરંતુ સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવાની જરૂર છે.
આ રાશિમાં બુધ આઠમાં અને અગિયારમાં ભાવનો સ્વામી છે અને તે છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેવામાં વૃશ્ચિક રાશિના જાતકોને લાભ મળી શકે છે. લાંબા સમયથી ઘર-પરિવારમાં ચાલી રહેલા મતભેદો હવે સમાપ્ત થઈ શકે છે. આ સાથે નોકરીમાં ભાર ઓછો રહેશે. જેનાથી તમે તણાવ મુક્ત થઈ શકો છો. આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમારી કમાણી સારી રહેશે. લોન, દેવામાંથી છુટકારો મળી શકે છે. સાથે નવા સંબંધની શરૂઆત કરી શકો છો. લગ્ન જીવન સારૂ રહેશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે અને વેપારમાં લાભ થઈ શકે છે.
આ રાશિમાં બુધ સાતમાં અને દસમાં ભાવનો સ્વામી છે અને તે પાંચમાં ભાવમાં અસ્ત થઈ રહ્યો છે. તેવામાં આ રાશિના જાતકોની પ્રગતિ થશે. જો તમારો ખુબનો વેપાર છે તો તેમાં લાભ મળવાની સંભાવના છે. કરિયરના ક્ષેત્રમાં પણ તમને લાભ મળી શકે છે. તમારી પ્રગતિ અને ધનલાભથી તમે સંતુષ્ટ થઈ શકો છો. આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ બુધનું અસ્ત થવું લાભકારી સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યનો પણ સાથ મળી શકે છે. મિત્રો કે પછી પરિવાર સાથે કોઈ ટ્રિપ પર જવાનો પ્લાન બનાવી શકો છો.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.