Budh Asta 2024: આજથી સાચવી ભરજો ડગલાં, નહીંતર બુધની અડફેડે ચઢ્યા તો મુશ્કેલીમાં મુકાશો
)
Budh Asta 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમયે સમયે રાશિ પરિવર્તન કરે છે. આ સિવાય ગ્રહ અસ્ત અને ઉદય પણ થાય છે. ગ્રહોની ચાલમાં પણ ફેરફાર થતો હોય છે. આ દરેક ફેરફારની અસર 12 રાશિઓ પર જોવા મળે છે. જૂન મહિનામાં પણ મહત્વપૂર્ણ ગ્રહ ગોચર થવાના છે. 2 જૂન 2024 ના રોજ બુધ ગ્રહ વૃષભ રાશિમાં અસ્ત થશે. બુધની સ્થિતિમાં આ પરિવર્તન 3 રાશિના લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને ધન હાનિ થઈ શકે છે. અને કરિયરમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
)
બુધ અસ્ત થશે તો તુલા રાશિના લોકોને સમસ્યા થઈ શકે છે. આ રાશિના લોકોને ગુપ્ત રોગ કે ઈંફેક્શન થઈ શકે છે. આ સમય દરમિયાન ઈજા થવાની પણ આશંકા છે. વાહન સાવધાનીથી ચલાવો. શત્રુ પરેશાન કરી શકે છે. તેથી સતર્ક રહો. કારણ વિના ખર્ચ ન કરો. પ્રયત્ન કરો કે બજેટ અનુસાર જ ચાલો તેથી કરજ લેવાની જરૂર ન પડે.
)
બુધનો અસ્ત વૃશ્ચિક રાશિના લોકોને નુકસાન કરાવી શકે છે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ નહીં મળે. બનતા કામ બગડી શકે છે. કામોમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કરિયારમાં સમસ્યાઓ આવી શકે છે. સારા કામ કરવાનો આગ્રહ રાશિ. જીવનસાથી સાથે તકરાર ન કરો. તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
બુધ ગ્રહનું અસ્ત થવું મીન રાશિ માટે પણ અશુભ સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. વાહન સાવધાનીથી ચલાવો. દુર્ઘટના થઈ શકે છે. શનિની સાડાસાતી પણ હોવાથી વેપારમાં, નોકરીમાં સમસ્યા વધી શકે છે. પરિજનો સાથે મનમુટાવ થઈ શકે છે. ધીરજથી કામ લેવું. નોકરીમાં પરિવર્તન માટે સમય યોગ્ય નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)