Budh Gochar 2024: 10 દિવસમાં 3 વખત ગોચર કરશે બુધ ગ્રહ, 5 રાશિ બનશે ભાગ્યશાળી, દિવાળી પર થશે ધનનો વરસાદ
દિવાળી પહેલા બુધ ગ્રહનું આ ગોચર મેષ રાશિના લોકો માટે શુભ રહેશે. વેપારમાં નવા અવસર પ્રાપ્ત થશે. વેપારનો વિસ્તાર થશે. નફો વધવાની સંભાવના. નોકરી કરતા લોકોને પગાર વધારા સંબંધિત સમાચાર મળી શકે છે.
બુધના નક્ષત્ર પરિવર્તનનો શુભ પ્રભાવ મિથુન રાશિના લોકોને લવ લાઈફ પર પડશે. આવકમાં વૃદ્ધિ થશે. યુવા વર્ગની આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે. વેપાર નો વિસ્તાર થશે. નોકરી સંબંધિત શુભ સમાચાર આ સમયે દરમિયાન મળી શકે છે.
કાર્યક્ષેત્રમાં નોકરી કરતા લોકોનું માન સન્માન વધશે. મનમાં પ્રસન્નતા રહેશે. વેપાર સંબંધિત યાત્રા લાભદાયક રહેશે. સિંહ રાશીના લોકોના પારિવારિક સંબંધ મજબૂત થશે.
તુલા રાશિ માટે પણ આ સમય સારો રહેશે. પ્રેમ સંબંધમાં મધુરતા આવવાની સંભાવના. વિદ્યાર્થીઓ માટે સારો સમય. રાજકારણ સંબંધિત લોકોને લાભ થશે. સમાજમાં માન સન્માન વધશે.
જે વિદ્યાર્થીઓને વિદેશ જવું છે તેમનું સપનું સાચું થઈ શકે છે. કુંભ રાશીના લોકોને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. માનસિક શાંતિ વધશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે.