આ 3 રાશિઓની બુદ્ધિ, બિઝનેસમાં થશે લાભ જ લાભ, બુધનું નક્ષત્ર ગોચર અપાવશે છપ્પરફાડ ઘન!
)
બુધ ગ્રહને બુદ્ધિ, વેપાર, વાણી, સંચાર અને બૌદ્ધિક ક્ષમતા માટે કારક ગ્રહ માનવામાં આવે છે, જેની માનવ જીવન પર વિશેષ અસર પડે છે. બુધ હાલમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં સ્થિત છે અને ટૂંક સમયમાં નક્ષત્રનું ગોચર કરશે.
)
30 જાન્યુઆરીએ રાત્રે 10:09 કલાકે બુધ શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આકાશ મંડળના 27 નક્ષત્રોમાંથી 22મું શ્રવણ નક્ષત્ર છે, જેનો સ્વામી ચંદ્રમા છે. શ્રવણ નક્ષત્રમાં બુધનું ગોચર ત્રણ રાશિઓને અસર કરી શકે છે.
)
ચંદ્રમાના નક્ષત્રમાં બુધના ગોચરથી ત્રણ રાશિઓના કરિયરથી લઈને બિઝનેસ, ધનથી લઈને બુદ્ધિ અને વ્યક્તિત્વ પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે. આ ત્રણ રાશિના જાતકોને લગભગ દરેક ક્ષેત્રમાં બમ્પર લાભ મળી શકે છે. આવો જાણીએ આ ત્રણ રાશિઓ વિશે.
વૃષભ રાશિના જાતકો માટે શ્રવણ નક્ષત્રમાં બુધનું ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન જાતકનું ભાગ્ય સંપૂર્ણ સાથ આપી શકે છે. લેખન અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને વિશેષ લાભ મળી શકે છે. કાર્ય સંબંધિત યાત્રાઓ સફળ થશે.
વૃષભ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન મોટી સફળતા અને સિદ્ધિઓ મળી શકે છે. બુધનું ગોચર વિદ્યાર્થીઓને સારા સમાચાર આપી શકે છે. તમને માતા-પિતા અને ગુરુનો સંપૂર્ણ સહયોગ મળશે. અગાઉ બનાવેલા લક્ષ્યોને જાતક પૂરા કરી શકશે. ભાઈ-બહેનો તરફથી પૂરો સહયોગ મળશે.
કર્ક રાશિના જાતકોને શ્રવણ નક્ષત્રમાં બુધનું ગોચર દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. પાર્ટનરશિપમાં કરેલા કામ પૂરા થશે અને વેપારમાં મોટો ફાયદો થશે. વ્યક્તિ વિદેશી કંપની પાસેથી સારો નફો મેળવી શકશે.
વિદેશ પ્રવાસ પર નિકળનાર કર્ક રાશિના જાતકોનું કામ સફળ થશે. જીવનમાં નવી ખુશીઓ આવી શકે છે. જાતક આ સમયગાળા દરમિયાન પોતાના વ્યક્તિત્વમાં ઉન્નતિ કરી શકશે. બુદ્ધિ અને આત્મવિશ્વાસ અણધારી રીતે વધી શકે છે.
સિંહ રાશિના જાકકો માટે બુધના નક્ષત્રમાં પરિવર્તન ચારે બાજુથી લાભ લાવશે. જાતકો માટે બુધનું શ્રવણ નક્ષત્રમાં પ્રવેશથી આર્થિક ક્ષેત્રે અપાર સફળતા અપાવી શકે છે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકશે. એકાગ્રતા વધશે.
સિંહ રાશિના જે જાતકો બિઝનેસ કરે છે તેમને મોટો ફાયદો થઈ શકે છે. રોકાણ કરવાથી ચોક્કસપણે સારો ફાયદો થશે, પરંતુ એકવાર નિષ્ણાતની સલાહ જરૂર લો. જાતકના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)