વેપારના દાતા બુધ થશે ઉદય, 2025 સુધી આ જાતકોને મળશે બમ્પર લાભ, કરિયર અને બિઝનેસમાં થશે ફાયદો

Sun, 17 Nov 2024-5:32 pm,

ગ્રહોના રાજકુમાર બુધ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરવાની સાથે-સાથે સ્થિતિમાં ફેરફાર થતો રહે છે, જેની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં જરૂર પડે છે. મહત્વનું છે કે 29 નવેમ્બરથી વક્રી અવસ્થામાં અસ્ત થઈ જશે, જે આશરે 13 દિવસ સુધી આ અવસ્થામાં રહેશે. મહત્વનું છે કે ડિસેમ્બર મહિનાના અંતમાં બુધ અસ્ત થઈ જશે. બુધના અસ્ત થવાથી કેટલાક જાતકોને ખુબ લાભ મળવાનો છે. દૃક પંચાગ અનુસાર બુધ 12 ડિસેમ્બરે સાંજે 6 કલાક 16 મિનિટ પર ઉદિત થશે. આવો જાણીએ બુધના અસ્ત થવાથી કયા જાતકોને લાભ મળશે.   

બુધનું ઉદિત થવું સિંહ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિમાં બુધ ચોથા ભાવમાં ઉદિત થઈ રહ્યાં છે. બુધ ગ્રહ આ રાશિના બીજા અને અગિયારમાં ભાવના સ્વામી છે. ચોથા ભાવમાં ઉદિત થવાથી આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આ સાથે કામના સિલસિલામાં લાંબા અંતરની યાત્રા કરી શકો છો. તેનાથી તમને ખુબ લાભ મળી શકે છે. કરિયરમાં તમારી બુદ્ધિમતા કામ આવી શકે છે. તેવામાં તમે ખુબ સફળતા મેળવી શકો છો. વેપારમાં પણ લાભ મળી શકે છે. તમારા દ્વારા બનાવેલી યોજનાઓ અને નીતિઓ સારો લાભ અપાવી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. જીવનસાથી સાથે સમય પસાર થઈ શકે છે.  

કન્યા રાશિમાં બુધ પહેલા અને દસમાં ભાવનો સ્વામી છે અને ત્રીજા ભાવમાં ઉદિત થવાનો છે. તેવામાં આ રાશિના જાતકોના જીવનમાં અનુકૂળ પ્રભાવ પડી શકે છે. જે તમારા ત્રીજા ભાવમાં ઉદિત થઈ રહ્યાં છે. તેવામાં આ રાશિના જાતકોને વિદેશ જવાની તક મળી શકે છે. વિદેશમાં નોકરીની તક મળવાથી તમારી કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. પગાર વધારા સાથે પ્રમોશન મળી શકે છે. બિઝનેસમાં પણ લાભ મળશે. આ સિવાય તમે બચત કરવામાં સફળ થઈ શકો છો. લવ લાઇફ સારી રહેવાની છે. પાર્ટનર સાથે સમય પસાર કરશો. સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેવાનું છે.

આ રાશિમાં બુધ બીજા ભાવમાં ઉદિત થવાના છે. તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ખુબ ધનલાભ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આ સાથે તમે ખુદ માટે થોડા સમય કાઢી આત્મમંથન કરી શકો છો. પ્રોફેશનલ લાઇફ સારી રહેવાની છે. વેપારના ક્ષેત્રમાં પણ તમને ખુબ લાભ મળી શકે છે. તમારા દ્વારા બનાવેલી યોજના સફળ થઈ શકે છે. બુધના ઉદિત થવાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. આ સાથે તમે પૈસાની બચત કરવામાં સફળ રહેશો. 

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link