શક્તિશાળી ગ્રહની ચાલમાં ફેરફાર, 3 રાશિવાળા ગણતરીના દિવસોમાં થશે માલામાલ! અકલ્પનીય લાભથી સમૃદ્ધિ વધશે
વૈદિક પંચાંગ મુજબ આજથી 12 દિવસ બાદ 26 નવેમ્બર 2024ના રોજ મંગળવારે સવારે 8.11 વાગે બુધ વક્રી થશે. 26 નવેમ્બર 2024 બાદ 16 ડિસેમ્બર 2024ના રોજ સવારે 2.25 વાગે બુધ માર્ગી થશે. જો કે આ બધા વચ્ચે બુધનું અનેકવાર નક્ષત્ર પરિવર્તન થશે. જેનો પ્રભાવ પણ સમયાંતરે તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ આજે અમે તમને પંચાંગની મદદતી એવી ત્રણ રાશિઓ વિશે જણાવીશું જેના જાતકો પર આજથી 12 દિવસ બાદ બુધની વક્રી અવસ્થાની શુભ અસર પડશે.
આજથી 12 દિવસ બાદ 26 નવેમ્બર 2024ના રોજ બુધનું વક્રી થવું વૃષભ રાશિના જાતકો માટે શુભ રહેશે. નોકરીયાતોનો આત્મવિશ્વાસ વધશે. જેના કારણે તેઓ બોસની સામે ખુલીને પોતાની વાત રજૂ કરી શકશે. આ સાથે ઓફિસમાં વાતાવરણ તમારી અનુકૂળ રહેશે. વાહન ખરીદવાનું સપનું નવેમ્બર મહિનામાં વૃષભ રાશિના જાતકોનું પૂરું થઈ શકે છે. ઉંમરલાયક જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. બેરોજગાર જાતકોને મનગમતી કંપનીની સાથે કામ કરવાની તક મળી શકે છે.
આવનારા 12 દિવસ સુધી સિંહ રાશિના જાતકો પર બુધ મહેરબાન રહેશે. જે લોકો જોબ કરે છે તેમને પ્રમોશન કે પગાર વધારાના શુભ સમાચાર આ મહિને મળી શકે છે. કારોબારનો વિસ્તાર થશે, જેનાથી ભવિષ્યમાં સારા એવા ધનલાભના યોગ છે. કોઈ જૂના રોકાણથી દુકાનદારોને તગડું રિટર્ન મળી શકે છે. જેનાથી પૈસાની કમીથી છૂટકારો મળશે. બિઝનેસમેનના અટકેલા કામ આવનારા દિવસોમાં પૂરા થઈ જશે.
બુધ દેવની કૃપાથી મીન રાશિના જાતકોના અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. કોર્ટમાં લાંબા સમયથી કોઈ કેસ ચાલતો હશે તો તેનાથી મુક્તિ મળવાની શક્યતા છે. નવી ડીલ પૂરી થવાથી બિઝનેસમેનને મોટો નફો થઈ શકે છે. જોબ કરી રહેલા જાતકોના પગારમાં વધારો થઈ શકે છે. ઉંમરલાયક લોકોને કમરના દુખાવામાંથી છૂટકારો મળશે. પરિણીત જાતકોની લવ લાઈફમાં ખુશીઓ આવનારા 12 દિવસ સુધી યથાવત રહેશે. અપરિણીત જાતકોનો મિત્રો સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન બની શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.