આજથી આ 3 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, બુધાદિત્ય-શુક્રાદિત્ય રાજયોગનો મહાસંયોગ બનાવશે માલામાલ!

Fri, 16 Aug 2024-1:37 pm,

જ્યોતિષની  દ્રષ્ટિએ આજનો દિવસ ખુબ મહત્વપૂર્ણ છે આજે સાંજે 7.53 વાગે ગ્રહોના રાજા સૂર્ય કર્ક રાશિમાંથી નીકળીને સ્વરાશિ સિંહમાં મહાગોચર કરશે. આ રાશિ પરિવર્તન સાથે જ સિંહ રાશિમાં પહેલેથી જ બિરાજમાન બુધ સાથે મળીને બુધાદિત્ય અને શુક્ર સાથે શુક્રાદિત્ય નામના બે અતિ શુભ રાજયોગનું નિર્માણ થશે. અત્રે જણાવવાનું કે સૂર્ય બુધની યુતિથી બનેલા બુધાદિત્ય રાજયોગ અને સૂર્ય શુક્રની યુતિથી બનનાર શુક્રાદિત્ય રાજયોગને વૈદિક જ્યોતિષમાં ખુબ જ શુભ માનવામાં આવ્યો છે. તેની અસરથી વ્યક્તિના માન સન્માનમાં વધારો થાય છે. ધનની આવક વધે છે અને દરેક ક્ષેત્રમાં મોટી સફળતા મળે છે. આમ તો આ બંને રાજયોગની તમામ રાશિઓ પર અસર થશે પરંતુ 3 રાશિઓના માલામાલ થવાના ચાન્સ છે. જાણો આ 3 ભાગ્યશાળી રાશિઓ વિશે...

વૃષભ રાશિવાળાને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. સૂર્ય-બુધ-શુક્રની ભેગી અસરથી જીવનના  દરેક ક્ષેત્રમાં સફળતા મળવાના પ્રબળ યોગ છે. તમારા સ્વાસ્થ્ય પર સૌથી વધુ સકારાત્મક અસર પડવાના યોગ છે. જૂના રોગોથી છૂટકારો મળશે. મન પ્રસન્ન રહેશે. બુધાદિત્ય યોગની અસરથી વાણી અને બોલચાલની શૈલીમાં પ્રભાવ વધશે. વિદ્યાર્થીઓને સૌથી વધુ લાભ થશે. તમે ડિસિઝન મેકિંગમાં સારા બનશો. કમાણીના નવા રસ્તા ખુલશે. 

સૂર્યના સિંહમાં ગોચર અને શુક્રાદિત્ય યોગ બનવાના કારણે સિંહ રાશિવાળાની આવક પર સૌથી વધુ અસર થવાના યોગ છે. અનેક સ્ત્રોતોથી તમારી આવક વધશે. શેર બજારથી સૌથી સારું રિટર્ન મળશે. આ સાથે જ ફાલતું ખર્ચા પર લગામ લાગશે. રોકાણ લાભદાયી રહેશે. વેપારીઓને નવી બિઝનેસ નીતિનો લાભ થશે. નફામાં આકસ્મિક ઉછાળો જોવા મળી શકે છે. સામાજિક અને કૌટુંબિક સંબંધો સારા થશે. મેરિડ લાઈફમાં હેપ્પીનેસ વધશે. લવ લાઈફ રોમાંચક રહેશે.   

સિંહ સંક્રાંતિ બાદ બે રાજયોગના બનવાથી તમારા વ્યક્તિત્વમાં એક નવો નિખાર આવી શકે છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધશે. આ સાથે જ આત્મવિશ્વાસ અને મનોબળ વધશે. તમે તમારું પોતાનું કોઈક કામ શરૂ કરશો. પરિવાર અને મિત્રોનો પૂરો સહયોગ મળશે. ભવિષ્યમાં તમારો આ પ્રયત્ન તમારી આવકનો મુખ્ય સ્ત્રોત સિદ્ધ થઈ શકે છે. વેપારીઓને ભાગીદારીવાળા બિઝનેસમાં ખુબ લાભ થઈ શકે છે. નોકરીયાતોને જોબ બદલીને ઊચું પદ મળી શકે છે. કોટુંબિક સુખ વધશે.

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link