ગ્રેટર નોઈડા દુર્ઘટનામાં અત્યાર સુધી 9 ના મોત, તસવીરો જોઈને હચમચી જશો
નોંધપાત્ર વાત એ છે કે શાહબેરીના જે વિસ્તારમાં મોટી મોટી ઈમારતો બની છે તે વિસ્તાર ગ્રેટર નોઈડા ઓથોરિટી ક્ષેત્રમાં આવે છે. આ વિસ્તારના ભૂમિ સંપાદનને સુપ્રીમ કોર્ટે 2011માં રદ કરી નાખ્યું હતું અને કોર્ટે ત્યાં કોઈ પણ પ્રકારના નિર્માણ પર રોક લગાવી હતી. આમ છતાં મોટા પાયે નિર્માણ કાર્ય જારી છે. (તસવીર-રોયટર્સ)
બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારના શાહબેરી ગામની આ જમીન પર થોડા સમય પહેલા અનેક ખુશહાલ પરિવારો રહેતા હતાં. કેટલાક લોકો છતનું સપનું સાકાર થવાની રાહ જોઈ રહ્યાં હતાં. હવે ત્યાં મોતનો સન્નાટો છે. જો કઈ સંભળાતુ હોય તો બસ મોતનું રુદન. અનેક લોકો હજુ પણ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. આ ઈમારતોમાંથી એક નિર્માણધીન હતી. જ્યારે બીજી બનીને તૈયાર થઈ ગઈ હતી. કેટલાક પરિવારો રહેવા પણ આવી ગયા હતાં. (તસવીર-પીટીઆઈ)
એક અધિકારીએ જણાવ્યું કે શાહબેરી ગામમાં સ્થિત આ ઈમારતો મંગળવારે રાતે 8.30 થી 9 વાગ્યાની વચ્ચે પડી. ઈમારતોના ભૂગર્ભની દીવાલોમાં વધુ પડતી નમી આવી જવાથી અને ઈમારતોમાં ખરાબ ક્વોલિટીની સામગ્રી વાપરવાના કારણે આ ઈમારતો પડી. (તસવીર-પીટીઆઈ)
બચાવ અભિયાન બુધવાર સાંજ સુધી ચાલુ હતું. બચાવકર્મીઓ ડ્રિલિંગ મશીન, હથોડા, અને આરીથી પત્થર તથા લોઢાના સળિયા કાપી રહ્યાં હતાં. કાટમાળમાં જીવતા લોકોની શોધ કરવા માટે જાસૂસી કૂતરાઓનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. નિર્માણ કાર્યના કારણે ઈમારતમાં સુધી જતા રસ્તા ઠેર ઠેર ખોદાયેલા છે. વરસાદના કારણે ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. જેનાથી ક્રેનો અને ડ્રિલિંગ મશીનોને ઘટનાસ્થળે પહોંચવાની તકલીફ પડી.
બચાવકર્મીઓએ બુધવારે સવારે 3 મૃતદેહો કાઢ્યા હતાં. બપોર બાદ તેમને પથ્થરો નીચેથી એક પગ દેખાયો. સાડા ત્રણ કલાકની મહેનત બાદ મહિલાનો મૃતદેહ કાઢ્યો. આ રીતે સાંજ સુધી 8 મૃતદેહો મળી આવ્યાં હતાં. એવી આશંકા છે કે ઈમારતના કાટમાળમાં હજુ અનેક લોકો દટાયેલા છે. (તસવીર-આઈએએનએસ)
માતા સાથે રહેવા આવેલા શિવ ત્રિવેદી (25)એ ગત સપ્તાહે જ ગૃહપ્રવેશની પૂજા કરાવી હતી. તેના સપનાનું ઘર સજાવવા માટે સાળી પોતાના એક વર્ષના બાળક સાથે રોકાઈ હતી. ઈમારતના કાટમાળમાં તેઓ દબાઈ ગયા છે. મોડી રાતે એક મહિલા રાજકુમારી (50) અને 14 મહિનાની એક બાળકી પંખુડીના મૃતદેહો મળી આવ્યા છે. રાહત અને બચાવ કાર્યમાં 12 જેસીબી મશીનો અને બે પોકલેન મશીનો લગાવાઈ છે. (તસવીર-આઈએએનએસ)
ફાયરના અધિકારીઓએ જણાવ્યું કે 3 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. મહિલાનું નામ પ્રિયંકા છે જ્યારે મોડી રાતે મળી આવેલા મૃતદેહોની ઓળખ રંજીત અને શમશાદ તરીકે થઈ છે. તેમણે જણાવ્યું કે પ્રિયંકાના પરિવારના 3 લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે જેની પુષ્ટિ તેમના પરિજનોએ કરી છે. (તસવીર-આઈએએનએસ)
આ ઘટનામાં પોલીસે બિલ્ડર ગંગાશરણ ત્રિવેદી સહિત 3 લોકોની અટકાયત કરી છે. દ્વિવેદી મુખ્ય બિલ્ડર છે અને જમીનનો માલિક પણ છે. 18 અન્ય વિરુદ્ધ ગેરઈરાદન હત્યા અને આઈપીસીની અન્ય કલમો હેઠળ મામલો નોંધાયો છે. પ્રદેશ શાસને ગ્રેટર નોઈડાના સહાયક પ્રબંધક પરિયોજના અખ્તર અબ્બાસી જૈદી અને પ્રબંધ પરિયોજના વીપી સિંહને સસ્પેન્ડ કરી દીધા છે. ગ્રેટર નોઈડા ઓથોરિટીમાં વિશેષ કાર્ય અધિકારી (ઓએસડી) વિભા ચહલને પણ પદ પરથી હટાવી દેવાયા છે. (તસવીર-આઈએએનએસ)
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મેરઠના કમિશ્નરને આ અકસ્માતની તપાસ કરવાનું કહેવાયું છે. ગૌતમબુદ્ધ નગરના જિલ્લાધિકારી બ્રિજેશ નારાયણ સિંહે ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યાં છે. અપર જિલ્લા અધિકારી (પ્રશાસન) કુમાર વિનિતસિંહના નેતૃત્વમાં મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરી દેવાઈ છે. (તસવીર આઈએએનએસ)