અહીં પુત્રીઓને લગ્ન માટે બજારમાં વેચવામાં આવે છે, પૈસા આપીને પત્ની ખરીદે છે લોકો!
છોકરીઓને તેમના માતા-પિતા દુલ્હનોના માર્કેટમાં લઇને પહોંચે છે. આ બજારમાં દુલ્હનના તમામ ખરીદદાર હોય છે, જે તેમની બોલી લગાવે છે. જે સૌથી વધુ બોલી લગાવે છે માતા-પિતા પોતાની પુત્રીનો સંબંધ તેમની સાથે નક્કી કરી દે છે.
બુલ્ગારિયાના સ્તારા જાગોર (Stara Zagora, Bulgaria) નામની જગ્યા પર વર્ષમાં ચાર વાર દુલ્હનોનું બજાર લાગે છે. અહીં આવનાર વરરાજા પોતાની પસંદની દૂલ્હન ખરીદીને પોતાની પત્ની બનાવી શકે છે. એક રિપોર્ટ અનુસાર આ માર્કેટમાં લઇ જનાર છોકરીઓ મોટાભાગે સગીરા હોય છે. આ છોકરીઓની ઉંમર માત્ર 13 થી 17 વર્ષની હોય છે.
દુલ્હનોનું બજાર કલાઇદઝી સમુદાય (Kalaidzhi Community) તરફથી લગાવવામાં આવે છે અને આ સમાજના લોકો દુલ્હન ખરીદે પણ છે. અહીં કોઇ બહારની વ્યક્તિ દુલ્હન ખરીદી ન શકે. એક રિપોર્ટ અનુસાર આ સમાજમાં લગભગ 18000 લોકો છે. કહેવામાં આવે છે કે આ સમુદાયની છોકરીઓને પણ આ પરંપરા સામે કોઇ વાંધો થી, કારણ કે તેમને શરૂઆતથી જ તેના માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે.
જાણકારી અનુસાર આ સમુદાયના લોકો પોતાની પુત્રીઓનું ભણતર જલદી છોડાવી દે છે. કહેવામાં આવે છે કે દુલ્હનોના બજારમાં આવનાર છોકરીને ઘરનું કામ આવડવું જોઇએ અને તે નાની ઉંમરની હોવી જોઇએ. ત્યારબાદ સોદાની રકમ નક્કી કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર આ બજારમાં છોકરીઓનો સોદો 300 થી 400 ડોલર સુધી થાય છે.
દુલ્હનોના બજારમાં પહોંચવા માટે આ છોકરીઓ ઘણા દિવસો પહેલાંથી જ તૈયારી શરૂ કરી દે છે. મોટાભાગના પૈસા મળવા માટે તેમનું સુંદર દેખાવવું જરૂરી છે. તેના માટે તે સારા કપડાં અને મેકઅપ સાથે બજારમાં આવે છે.
બજારમાં છોકરીઓ પસંદ આવ્યા બાદ છોકરી તેને પત્ની માની લે છે. ત્યારબાદ બંનેના માતા-પિતાને આ લગ્ન માટે રાજી થવું પડે છે. છોકરા અને છોકરી વચ્ચે ઘર પરિવાર અને આવક પર વાતચીત થાય છે. પછી પરિવારજનો લગ્નની રકમ નક્કી કરે છે અને સંબંધ થઇ જાય છે.