Business Idea: નવા વર્ષે શરૂ કરો આ બિઝનેસ! મહિને 10 લાખની થશે કમાણી, સરળ છે પ્રોસેસ

Tue, 28 Dec 2021-10:13 pm,

અમૂલ સાથે વેપાર કરવો ખૂબ સરળ છે તેની પાછળ બે કારણ છે. 1. કસ્ટમર બેઝ અને 2. અમૂલ શહેરની દરેક લોકેશન પર ફીટ બેસે છે. અમૂલના ગ્રાહકો દરેક શહેરમાં છે. દરેક શહેરમાં અમૂલની પ્રોડક્ટને લોકો નામથી ઓળખે છે માટે અમૂલની ફ્રેન્ચાઈઝી લેવામાં કોઈ નુકસાન નથી.

બિઝનેસને વધારવા માટે અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઝી આપે છે. જો તમે અમૂલ આઉટલેટ , અમૂલ રેલવે પાર્લર અથવા અમૂલ ક્યોસ્કની ફ્રેન્ચાઈઝી લેવા માટે ઈચ્છો છો તો તેમાં લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમાં નોન રિફન્ડેબલ બ્રાન્ડ સિક્યોરિટી તરીકે 25 હજાર રૂપિયા, રિનોવેશન માટે 1 લાખ રૂપિયા, ઈક્વીપમેન્ટ માટે 75 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે.

જો તેમે અમૂલ આઈસ્ક્રિમ સ્કૂપિંગ પાર્લર ચલાવવા માંગતા હોવ તો 5 લાખ રૂપિયાની મૂળીની જરૂરત પડશે. આમા તમને બ્રાન્ડ સ્ક્યોરિટી તરીકે 50 હજાર રૂપિયા, રિનોવેશન માટે 4 લાખ રૂપિયા, ઈક્વીપમેન્ટ માટે 1.50 વાખ રૂપિયા ખર્ચ કરવાનો હોય છે.

અમૂલની ફ્રેન્ચાઈઝી લેવા માટે તમારી પાસે 150 વર્ગ ફૂટ જગ્યા હોવી જોઈએ. અમૂલ આઈસ્ક્રીમ પાર્લરની ફ્રેન્ચાઈઝી માટે ઓછામાં ઓછી 330 વર્ગ ફૂટની જગ્યા હોવી જોઈએ. જો તમારી પાસે એટલી જગ્યા નથી તો અમૂલની ફ્રેન્ચાઈઝી તમને નહીં મળે.

અમૂલ ફ્રેન્ચાઈઝીના માધ્યમથી દર મહીને 5થી 10 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. ફ્રેન્ચાઈઝી લેવાથી કંપની MRP પર કમિશન આપે છે. આમાં એક લીટરના પાઉચ પર 2.5 ટકા, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10 ટકા અને આઈસ્ક્રીમ પર 20 ટકા કમીશન મળે છે. અમૂલ આઈસ્ક્રિમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી લેવા પર રેસિપી બેસ્ડ આઈસક્રીમ, શેક, પિત્ઝા, સેન્ડવિચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50 ટકા કમીશન મળે છે. તો પ્રી-પૈક્ડ આઈસક્રિમ પર 20 ટકાઅને અમૂલ પ્રોડક્ટ્સ પર કંપની 10 ટકા કમીશન આપે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link