શું તમે જાણો છો કેટલું ભણેલાં છે Google, Microsoft સહિતની મોટી ટેક જાયન્ટ્સના CEO?
સુંદર પિચાઈએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી અને યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાની વૉર્ટન સ્કૂલમાંથી એમબીએની ડિગ્રી મેળવી. તેઓ 2004માં ગૂગલ સાથે જોડાયા હતા.
ભારતના હૈદરાબાદમાં જન્મેલા સત્ય નડેલાએ મેંગ્લોર યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી અને વિસ્કોન્સિન યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેઓ 1992માં માઇક્રોસોફ્ટમાં જોડાયા હતા. માઈક્રોસોફ્ટના CEO બનતા પહેલા, તેમણે ક્લાઉડ અને એન્ટરપ્રાઈઝ ડિવિઝનનું નેતૃત્વ કર્યું અને Microsoft Azureના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
YouTube CEO નીલ મોહનનું બાળપણ અમેરિકાના મિશિગન અને ફ્લોરિડામાં વીત્યું હતું. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. મોહન ગૂગલમાં ડિસ્પ્લે અને વિડિયો એડવર્ટાઇઝિંગ પ્રોડક્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ હતા. ત્યાર પછી તેઓ યુટ્યુબના સીઇઓ બન્યા હતા.
જયશ્રી ઉલ્લાલ આસિસ્ટા નેટવર્કના સીઈઓ છે. તેમણે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. 2008 માં, તે Arista નેટવર્ક્સના પ્રમુખ અને CEO બન્યા.
Adobe CEO શાંતનુ નારાયણે ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે. આ પછી તેણે અમેરિકામાં અભ્યાસ કર્યો. એડોબમાં જોડાતા પહેલા તેમણે એપલ અને સિલિકોન ગ્રાફિક્સમાં કામ કર્યું હતું. શાંતનુ 1998માં Adobe સાથે જોડાયા હતા.