Shark Tank India 3: કોલેજ અધવચ્ચે છોડી દેનાર કઈ રીતે બન્યો ભારતનો યંગ બિઝનેસ મેન?
શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 3 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ વખતે જજની ખુરશી પર નવો ચહેરો પણ જોવા મળશે. તે છે અઝહર ઈકબાલ જે બિઝનેસની દુનિયામાં ધમાલ મચાવી રહ્યો છે. અઝહર InShorts એપના સહ-સ્થાપક અને CEO છે.
અઝહર ઇકબાલ માત્ર 30 વર્ષનો છે. તેણે 20 વર્ષની ઉંમરે IIT છોડી દીધી. તેનું કારણ એ હતું કે તે કંઈક અલગ કરવા માંગતો હતો અને આ પછી તેણે InShorts શરૂ કર્યું. તેમની દિવસ-રાતની મહેનત ફળી.
આજે, 1.2 કરોડ ભારતીયો દરરોજ InShorts એપનો ઉપયોગ કરે છે. ખાસ વાત એ છે કે આ સફળતા હાંસલ કરવા માટે તેમણે કોઈ પણ ડિગ્રી માટે હરીફાઈ નહોતી કરી, બલ્કે તેમના દિલ અને દિમાગમાં જે કંઈ હતું તે માત્ર એપમાં ઉતાર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે તેમનો 3700 કરોડ રૂપિયાનો બિઝનેસ છે.
હવે જ્યારે અઝહર શાર્ક ટેન્ક ઈન્ડિયા 3નો ભાગ બનવા જઈ રહ્યો છે, ત્યારે તે આ શો દ્વારા પોતાનો બિઝનેસ વિસ્તારવા માંગે છે. શોની બે સફળ સીઝન પછી, ચાહકો નવા જજને જોવા માટે ઉત્સુક હતા.
આ વખતે નવા જજીસની સાથે જૂના ચહેરાઓ પણ શોમાં જોવા મળશે. અમન ગુપ્તા, અનુપમ મિત્તલ, નમિતા થાપર, અમિત જૈન, વિનીતા સિંહ આ શોનો ભાગ છે, અઝહર ઉપરાંત રિતેશ અગ્રવાલ અને પીયૂષ બંસલ પણ શોના નવા જજ છે.