Daily Horoscope 3 એપ્રિલ: પ્રેમ સંબંધને લગ્ન માટે મળી શકે છે પારિવારિક મંજૂરી, મળશે સારા સમાચાર
ગણેશજી કહે છે, વ્યવસાયિક ક્ષેત્રમાં ખૂબ જ વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. તમારે સમજી-વિચારીને નિર્ણય લેવો તથા કોશિશ કરીને મોટાભાગના કામ જાતે જ પૂર્ણ કરવા તમને સફળતા અપાવશે. કોઇ અટવાયેલાં રૂપિયા બે ભાગમાં તમને પાછા મળી શકે છે. જેથી તમારી આર્થિક સ્થિતિમાં થોડો ફેરફાર આવી શકે છે. જીવનસાથી સાથે સંબંધ મધુર જળવાયેલાં રહેશે.
ગણેશજી કહે છે, પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ પણ બનશે. તમે તમારી દિનચર્યાને લગતી જે યોજના બનાવી છે, તેને કોઇ સામે જાહેર ન કરો. કોઇ અનુભવી વ્યક્તિના સાનિધ્યમાં સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. ચૂપચાપ શાંતિથી કાર્ય કરવાથી તમને સફળતા મળશે. પ્રોપર્ટીની ખરીદારી કે વેચાણને લગતા કાર્યો કરવા માટે સમય અનુકૂળ છે. પ્રોપર્ટી સાથે જોડાયેલાં વ્યવસાયમાં લાભદાયક પરિસ્થિતિ બની રહી છે.
ગણેશજી કહે છે, પબ્લિક ડીલિંગ, મીડિયા તથા માર્કેટિંગને લગતા વેપાર સફળ રહેશે. તમારા કર્મ ઉપર વિશ્વાસ રાખો. કેમ કે કર્મ કરવાથી ભાગ્યને પોતાનું બળ મળશે. રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન રહેશે. અન્ય સાથે વધારે અધિકાર પૂર્ણ વ્યવહાર ન કરો. તમે એક વિશેષ સ્તર પ્રાપ્ત કરી શકશો. ઈજા થવાની સ્થિતિ બની શકે છે. પરિવાર સાથે કોઇ ધાર્મિક આયોજનમાં સામેલ થવાનો અવસર મળી શકે છે.
ગણેશજી કહે છે, સ્વાસ્થ્ય સારું રહેશે. બહારના સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરવા માટે કોશિશ કરો, તે તમારા માટે લાભદાયક રહેશે. ક્યારેક વધારે ઉતાવળ અને જિદ્દ કરવી નુકસાનદાયી સાબિત થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં આજે તમારી કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે. આ સમયે કોઇપણ પ્રકારની પ્રતિસ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા મળવાની ઉત્તમ સંભાવના છે. એટલે તમારા લક્ષ્ય પ્રત્યે પૂર્ણ ધ્યાન આપો.
ગણેશજી કહે છે, કોઇ વડીલ વ્યક્તિની મદદ તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે. તમારી વ્યસ્તતાના કારણે પરિવાર ઉપર ધ્યાન આપી શકશો નહીં. ખાનપાનને લગતા વ્યવસાયમાં ધીમે-ધીમે સુધાર આવી જશે. શરદી, તાવ જેવી પરેશાનીઓ વધી શકે છે. તમે તમારી સમજણ અને બુદ્ધિમત્તા દ્વારા દરેક કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરી લેશો.
ગણેશજી કહે છે, આજે કોઇપણ પ્રકારની ધનને લગતી ઉધારી કે લેવડ-દેવડ ન કરો. તમે તમારા આત્મવિશ્વાસ તથા વાતો દ્વારા નકારાત્મક પરિસ્થિતિઓ ઉપર કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. સમાજમાં તમારું માન-સન્માન અને વર્ચસ્વ જળવાયેલું રહેશે. પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ સારા જળવાયેલાં રહેશે. કોઇ સરકારી રિટાર્યડ વ્યક્તિ પાસેથી સહયોગ અને યોગ્ય સલાહ પણ પ્રાપ્ત થશે. મનોરંજન તથા ગ્લેમરને લગતા વ્યવસાયમાં ઉન્નતિ થશે.
ગણેશજી કહે છે, ગુસ્સા અને ઉત્તેજના ઉપર કાબૂ રાખો. દરેક વાતને ઊંડાણ પૂર્વક સમજવાનો તમારો વિશેષ ગુણ રહેશે. વારસાગત સંપત્તિનો લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. આજે વ્યવસાયિક સ્થળે કોઇપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેશો. તમારી મહેનત અને આત્મવિશ્વાસના કારણે સફળતા તમારી નજીક રહેશે. આવકના યોગ્ય માર્ગ તમને મળી શકશે.
ગણેશજી કહે છે, જીવનસાથી સાથે સંબંધ મધુર જાળવીને રાખવામાં તમારું યોગદાન જરૂરી છે. વીમા કે રોકાણને લગતા કાર્યો માટે સમય અનુકૂળ છે. ઘરમાં કોઇ પ્રિય સંબંધી આવી શકે છે. વ્યવસાયિક સ્થળમાં થોડા સુધારને લગતા પરિવર્તન થશે. એકબીજા સાથે મળવાથી બધાને આનંદ થશે. આ બદલાતા પરિવેશના કારણે તમે જે પ્લાનિંગ કરી છે, તે તમારા માટે ફાયદાકારક રહેશે.
ગણેશજી કહે છે, ગુસ્સાની જગ્યાએ ધૈર્ય અને સંયમથી પરિસ્થિતિને સંભાળો જેથી તમને યોગ્ય પરિણામ મળી શકે. તમારી આકરી મહેનત અને આત્મવિશ્વાસ તમને તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ કરશે. લગ્નજીવન સામાન્ય રહેશે. બિલ્ડર અને પ્રોપર્ટી ડીલર આજે યોગ્ય નફો કમાઇ શકશે. ભાઇઓ સાથે ચાલી રહેલાં મતભેદ દૂર થશે, સંબંધોમાં ફરી મધુરતા આવશે, બાળકોની કિલકારીને લગતી શુભ સુચના મળી શકે છે.
ગણેશજી કહે છે, ક્યારેક અતિ આત્મવિશ્વાસ તમને નુકસાન આપી શકે છે. કોઇપણ વિપરીત પરિસ્થિતિમાં તમે તમારી કાર્યકુશળતા દ્વારા ઉકેલ શોધવાનો પ્રયાસ કરશો અને સફળ પણ રહેશો. થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાનું યોગ્ય સમાધાન મળશે. પ્રેમ સંબંધને લગ્ન માટે પારિવારિક મંજૂરી મળી શકે છે. કોઇ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક આયોજનમાં જવાનો પ્રોગ્રામ બની શકે છે. કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.
ગણેશજી કહે છે, થોડા સમય અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો. પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિની સલાહ તમારા માટે ભાગ્યોદય કારક સાબિત થશે. દરેક કામને યોજનાબદ્ધ રીતે કરતાં જાવ. પતિ-પત્નીમાં થોડો તણાવ રહી શકે છે. વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. થાકના કારણે પગમાં સોજા અને દુખાવો રહેશે. સફળતા મળશે.
ગણેશજી કહે છે, જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે. થોડા પ્રભાવશાળી લોકો સાથે મિત્રતાના સંબંધ બનશે. વ્યવસાયમાં મહેનત પ્રમાણે તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અને સુકૂન અનુભવ કરશો. આ સમયે ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક રીતે પોતાની કાર્યપ્રણાલીને અંજામ આપો.