પ્લેનના સિક્રેટ રૂમની તસવીરો સામે આવી, જ્યાં જવાની કોઈને પરમિશન નથી
એક ટ્રાવેલ બ્લોગર જૈક ગ્રિફે (Zach Griff) પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોઈંગ 787 ડ્રીમલાઈનર (Boeing 787 Dreamliner) ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો શેર કર્યો છે, જ્યાં એર હોસ્ટેસ, ફ્લાઈટ એટેન્ડન્ટ અને પાયલટ આરામ કરતા હોય છે.
આ વીડિયો શેર કરીને જૈકે લખ્યું કે, 'Shhh! કોઈને ન કહેતા, પંરતુ ફ્લાઈટની અંદર ક્રુ મેમ્બર્સના આરામ કરવા માટેનો આ સિક્રેટ રૂમ છે. આ જગ્યા અન્ય પેસેન્જર્સ કરતા દૂર હોય છે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ દરમિયાન પાયલટ અને ફ્લાઈટ એટેન્ડન્ટ અહી આરામ કરે છે. તે પેસન્જર્સ ડેકની એકદમ ઉપર હોય છે.
વીડિયોમાં એક દરવાજો બતાવવામાં આવ્યો છે, જે બહારથી ટોયલેટની જેમ દેખાય છે, પરંતુ અંદર જવા માટે સીડીઓ બનાવવામાં આવી છે. જે સિક્રેટ કમ્પાર્ટમેન્ટ તરફ લઈ જાય છે. આ સિક્રેટ કમ્પાર્ટમેન્ટમાં ક્રુ મેમ્બર્સ આરામ કરે છે.
જૈક ગ્રિફે વીડિયોમાં બતાવ્યુ કે, બોઈંગ 787 માં ક્રુ મેમ્બર્સ માટે કુલ 6 બેડ લાગેલા હોય છે. જેની વચ્ચે ડિવાઈડર અને પડદા લાગેલા હોય છે.
વીડિયોમાં જૈકે જણાવ્યું કે, ફ્લાઈટની ઉડાન ભરતા એકદમ પહેલા કોકપીટમાં જવા ઉપરાંત ક્રુ મેમ્બર્સ માટેના આ રૂમને જોવાનો મોકો મળ્યો. મોટાભાગની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કે ડબલ ડેકર એરબસ અને બોઈંગ ડ્રીમલાઈનરમાં ક્રુ મેમ્બર્સના આરામ કરવા માટે ડેડિકેટેડ જગ્યા હોય છે.
આ પ્લેનનો એ ભાગ છે, જેના વિશે મુસાફરોને કોઈ જાણકારી હોતી નથી. કોકપિટની એકદમ નજીક જ સિક્રેટ દરવાજો હોય છે. પંરતુ તેની પાસથી પસાર થવા પર પણ મુસાફરોને ખબર પડતી નથી કે તેઓ સિક્રેટ રૂમ તરફ જઈ રહ્યાં છે.