Photos: બાળ કલાકાર તરીકે નામના મેળવી ચૂકેલી આ અભિનેત્રીના દામન પર લાગ્યો હતો વેશ્યાવૃત્તિનો દાગ, હોટલમાં પડી હતી રેડ

Sat, 10 Aug 2024-12:21 pm,

ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડ સુધી અનેક એવા બાળ કલાકારો છે જે આજે તો ઘણા મોટા થઈ ગયા છે અને સારી ઓળખ પણ બનાવી રહ્યા છે. આવા જ એક બાળ કલાકાર વિશે જણાવીશું. જેણે કરિયરની શરૂઆત ટીવી શોમાં બાળ કલાકાર તરીકે કરી હતી અને આજે અનેક ફિલ્મો અને વેબ સિરીઝનો ભાગ રહી ચૂકી છે. દમદાર અભિનયની સાથે સુંદરતા અને ગ્લેમર પણ ફેન્સને મોહિત  કરે છે. 

અમે જે અભિનત્રી વિશે વાત કરીએ છીએ તે છે જાણીતી ટીવી સીરિયલ કહાની ઘર ઘર કીમાં પાર્વતીની પુત્રી અને ફિલ્મ મકડીમાં ચતુર બચ્ચીની ભૂમિકા ભજવનારી શ્વેતા બસુ પ્રસાદ વિશે. શ્વેતાને ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષ થઈ ગયા છે અને આટલા વર્ષમાં તેણે દરેક સારા ખરાબ રંગ જોયા છે. તેણે અનેક ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે. પરંતુ તેની જિંદગીમાં એક સમય એવો પણ આવ્યો હતો કે તે લાંબા સમય સુધી ઈન્ડસ્ટ્રીથી ગાયબ  થઈ ગઈ હતી. 

શ્વેતા હવે ભલે 33 વર્ષની થઈ ગઈ હોય પરંતુ આજે પણ દર્શકોના માનસ પટલ પર તેની બાળ કલાકાર તરીકેની છબી વસેલી છે. ટીવીથી ફિલ્મોની સફર કરનારી શ્વેતાને વર્ષ 2002માં આવેલી ફિલ્મ મકડીથી નાનકડી ઊંમરમાં મોટી ઓળખ મળી હતી. ફિલ્મમાં શબાના આઝમી પણ જોવા મળ્યા હતા. ફિલ્મમાં શ્વેતા ડબલ રોલમાં હતી. એક સીધી સાદી બાળકી અને એક ખુબ જ ચાલાક બાળકી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. 

જો કે ત્યારબાદ અચાનક તે ગાયબ થઈ ગઈ. પછી 2014માં એક સમાચાર આવ્યા જેણે બધાને ચોંકાવી દીધા હતા. શ્વેતા બસુની હૈદરાબાદની એક હોટલમાં રેડ દરમિયાન ધરપકડ થઈ હતી. તેને બે મહિના સુધી રેસ્ક્યૂ હોમમાં રાખવામાં આવી હતી. રેસ્ક્યૂ હોમમાંથી બહાર આવ્યા બાદ અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે હૈદરાબાદમાં કોઈ એવોર્ડ ફંક્શન માટે ગઈ હતી. પાછા ફરતી વખતે તેની ફ્લાઈટ મીસ થઈ ગઈ. આથી એવોર્ડ ફંક્શનના મેનેજરે જ તેના માટે આ હોટલ બૂક કરી હતી. 

શ્વેતાના જણાવ્યાં મુજબ જે રાતે તે ત્યાં રોકાઈ હતી તે રાતે ત્યાં પોલીસ આવી ગઈ અને તેની ધરપકડ કરી લીધી. શ્વેતાએ જણાવ્યું કે જે ઈવેન્ટ મેનેજર હતો તેની પણ ધરપકડ કરી હતી. જો કે આ ઘટના બાદ અભિનેત્રીએ પ્રોસ્ટીટ્યૂશનનો કાળો ધબ્બો ઝેલવો પડ્યો હતો. અનેક રિપોર્ટ્સમાં તો એવો પણ દાવો કરાયો હતો કે ધરપકડ બાદ અભિનેત્રીએ પ્રોસ્ટીટ્યૂશનની વાત પોતે કબૂલી હતી. પરંતુ રેસ્ક્યૂ હોમમાંથી બહાર આવ્યા બાદ તેણે તમામ લોકોને ખરી ખોટી સંબળાવી દીધી  જેણે આવી અફવાઓ ફેલાવી હતી. 

બે મહિના બાદ શ્વેતાને આ કેસમાં ક્લીન ચીટ મળી હતી અને તે છૂટી ગઈ હતી. આજે શ્વેતા બસુ પ્રસાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતો ચહેરો છે. 1991માં બિહારના જમશેદપુરમાં જન્મેલી શ્વેતા બસુ પ્રસાદ સુંદરતામાં મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર મારે છે. તેણે અનેક ફિલ્મો, સિરીઝની સાથે સાથે સાઉથ સિનેમામાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે. હાલ અભિનેત્રી પાસે અનેક પ્રોજેક્ટ્સ છે જેને લઈને તે વ્યસ્ત પણ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link