કેનેડામાં ગુજરાતીઓની રોજીરોટી છીનવાઈ! હવે કેનેડા જવું કોઈને પોસાય તેમ નથી, 35 ટકાનો ઘટાડો

Sat, 07 Sep 2024-9:57 am,

છેલ્લાં બે વર્ષમાં ભારતમાં બધુ છોડીને કેનેડા સ્થાયી થયેલા લોકો પસ્તાઈ રહ્યાં છે. અહી નોકરી નથી રહી, સાથે જ ઘર ચલાવવું પણ મોટી ચેલેન્જ છે. ત્યારે હવે કેનેડા ઈમિગ્રેશનમાં ગુજરાતી વિદ્યાર્થીઓનો 35 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. ટ્રુડો સરકારે ડેઈલી વેતન અને વિદ્યાર્થીની સંખ્યાની લિમિટ ઘટાડતા હવે ભારતીય વિદ્યાર્થીઓના વળતા પાણી થયા છે. 

ગત અઠવાડિયે ટ્રુડો સરકારે ટેમ્પરરી વિદેશી વર્કર્સને આપવાના વેતનમાં ઘટાડો કર્યો હતો. જેની અસર 70 હજારથી વધુ વિદેશીથી આવીને ભણતા વિદ્યાર્થીઓની રોજીરોટી પર થઈ છે. આ વર્ષની શરૂઆતમાં કેનેડાએ 3.6 લાખ વિદ્યાર્થીઓની લિમિટ બાંધતા હાલ ગુજરાતમાંથી કેનેડા જનારા વિદ્યાર્થીઓમાં 35 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ લાઈસન્સ કરિક્યુલમ વાળી પ્રાઈવેટ કોલેજ પસંદ કરશે તો તેમને વર્ક પરમિટ મળશે નહિ તેવું ટ્રુડો સરકારે મોઢામોઢ કહી દીધું. આ કારણે નવા ફોરેન સ્ટુન્ડસમાં જંગી રિજેક્શન આવી રહ્યાં છે. જેને કારણે ગુજરાતીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. 

એક સમયે કેનેડા જવું ગુજરાતીઓ માટે સસ્તુ હતું. પરંતું હવે મોંઘુ બન્યું છે. પહેલા 22 થી25 લાખમાં કેનેડા પહોંચી જવાતું હતું. તેની સામે હવે 35 થી 35 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. કોચિંગ ફી અને પરીક્ષા ફીમાં પણ વધારો થયો છે. IELTS ના કોચિંગમાં પણ પચાસ ટકાનો ઘટાડો થયો છે. તેમાં પણ કેનેડા ગયા બાદ રોજગારી શોધવી અઘરી બની રહી છે. ઉપરથી ટ્રુડો સરકારે વિદેશી વિદ્યાર્થીના વેતનમાં ઘટાડો કર્યો છે. આ જોતા હવે કેનેડા જવું કોઈ ગુજરાતીને પોસાય તેમ નથી.   

બીજી તરફ, કેનેડાની ફાઈલ મૂકનારા લોકોમાં રિજેક્શનનો રેશિયો વધ્યો છે. રિજેક્શન બાદ પણ ત્યાંની કોલેજો દ્વારા 10 થી 12 ટકા કાપી લેવાય છે. માંડ માંડ રૂપિયા ભેગા કરીને કેનેડા જવાના ખ્વાબ પૂરા કરતા ગુજરાતીઓ માટે આ મુસીબત મોટી બની રહી છે. ફાઈલ બન્યા બાદ રિજેક્શન આવી રહ્યું છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link