ગુજરાત પોલીસમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબરી; આવી મોટી અપડેટ
પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે પોર્ટલ આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે આ વિશે જાહેરાત કરી હતી. જ્યારે ચોમાસા પછી શારીરિક પરિક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
ગુજરાત પોલીસમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબરી સામે આવી છે. PSI તથા લોકરક્ષક ભરતીને લઈ ઉમેદવારોને વધુ એક તક મળશે. ભરતીની અરજી કરવા માટે પોર્ટલ 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે.
PSI કેડરમાં વિવિધ પદો માટે તથા લોકરક્ષક દળમાં ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસમાં જોડવા માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ 26 ઓગસ્ટથી ખુલશે. PSI તથા લોકરક્ષક દળમાં ભરતી માટે અરજી કરવા માટે પોર્ટલ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે. ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવાશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર, OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ પરીક્ષા લેવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલએ સ્પષ્ટતા કરી કે નવી CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ નહીં કરવામાં આવે.