Cannes Film Festival 2023: કાન્સમાં રેડ કાર્પેટ પર સપના ચૌધરીએ કરી જમાવટ, જુઓ તસવીરો
હરિયાણવી ડાન્સર અને બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક સપના ચૌધરીએ પણ આ વર્ષે કાન્સમાં તેની રેડ કાર્પેટ ડેબ્યૂ કરી હતી, જેમાં સપનાએ ગોલ્ડન ગાઉન પહેર્યો હતો.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઉર્વશીનો લુક પણ ચર્ચામાં છે. ત્રીજા દિવસે ઉર્વશી બ્લુ કલરની લિપસ્ટિકમાં જોવા મળી હતી. જોકે કેટલાક લોકોએ તેને ઐશ્વર્યા રાયની નકલ ગણાવી હતી.
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને પણ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું હતું. સારા અબુ જાની અને સંદીપ ખોસલાના લહેંગા પહેરીને રેડ કાર્પેટ પર દુલ્હન જેવી દેખાતી હતી. અભિનેત્રીનો લુક બધાને પસંદ આવ્યો.
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી માનુષી છિલ્લરે આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તે સફેદ ગાઉનમાં અદભૂત દેખાતી હતી.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં, ઐશ્વર્યા રાય બચ્ચને વિશાળ હૂડી સાથે ભવ્ય સિલ્વર અને બ્લેક ગાઉન પહેર્યું હતું. રેડ કાર્પેટ પર એશનો બ્લેક અને સિલ્વર લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે.